Not Set/ રંગીલા રાજકોટમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં થયો ઝગડો, બબાલમાં 1 યુવતી સહિત 2 લોકોને થઈ ઇજા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં કામ કરતા સંચાલક અને સ્ટાફ વચ્ચે માથાકૂટ થઈ હતી. સ્પામાં કામ કરતી 3 યુવતીઓ સાથે માથાકૂટ થઈ હતી.

Gujarat Rajkot
A 276 રંગીલા રાજકોટમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં થયો ઝગડો, બબાલમાં 1 યુવતી સહિત 2 લોકોને થઈ ઇજા

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ ન્યુ ડે સ્પામાં કામ કરતા સંચાલક અને સ્ટાફ વચ્ચે માથાકૂટ થઈ હતી. સ્પામાં કામ કરતી 3 યુવતીઓ સાથે માથાકૂટ થઈ હતી. સ્પા સંચાલક સહિત અજાણ્યા શખ્સોએ કાચની બોટલ ફોડી માર્યાનો આક્ષેપ કર્યો છે. એક યુવતી સહિત 2 શખ્સોને ઇજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. દારૂના નશામાં સ્પામાં કામ કરતી યુવતીએ સિવિલમાં હંગામો કર્યો હતો. દારૂના નશામાં રહેલી ત્રણેય યુવતીઓને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી.

શનિવારે સાંજે કેટલાક યુવક અને યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા. આ સમયે બોલાચાલી સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થતાં અંદરોઅંદર મારામારીની ઘટના ઘટી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી જરૂરી કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી.

આ પણ વાંચો :કાલોલ તાલુકાના શામળદેવી ગામના રોડ પરથી એક્સપાયરી ડેટ ધરાવતો મેડિકલ વેસ્ટ વેરણછેરણ  મળી આવ્યો

પ્રથમ સ્પાના સંચાલક મોરબી રહેતા ઇમરાન સહિતનાએ મળી હુમલો કર્યાની વાત સામે આવી હતી.બાદમાં સ્પામાં નોકરી કરતી યુવતી સાથે હાઉસકિપિંગનું કામ કરનાર શખસે લગ્નની જીદ કરતા આ મામલે બોલાચાલી થયા બાદ માથાકૂટ થઈ હોવાનું ઘાયલ મેનેજરે જણાવ્યું હતું તો પોલીસ સમક્ષ ઈજાગ્રસ્તએ પોતે ઓડી જતા ઇજા થઇ હોવાનું કહેતા ખરેખર મારમારી પાછળનું કારણ શું ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.હાલ આ મામલે પોલીસે નશાની હાલતમાં હોસ્પિટલમાં ધમાલ મચાવનાર યુવતી સામે પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો :લગ્નપ્રસંગમાંથી પાછા ફરી રહેલા પરિવારને નડ્યો અકસ્માત, 4 લોકોના કમકમાટીભર્યા મોત

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળા જણાવ્યા મુજબ, સ્પા ખાતે દારૂ ની મહેફિલ કરી બોલાચાલી થતા અંદરોઅંદર મારામારી કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે અને 3 યુવતી સહિત કુલ 4 લોકો સ્થળ પરથી નશાની હાલતમાં મળી આવતા તેમની સામે પ્રોહીબીસન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેનિય છે કે સ્પામાં કામ કરતી યુવતી દ્વારા દારૂના નશામાં સિવિલ હોસ્પિટલમાં પણ હંગામો મચાવવામાં આવ્યો હતો અને ઇમરાન સહિત અજાણ્યા શખ્સો માર મારી નાસી છૂટ્યાનો આરોપ લગાવ્યો હતો ત્યારે ઇમરાન કોણ છે અને ખરેખર તેને મારકુટ કરી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :દક્ષિણ વીજ કંપનીની 40 ટીમો સૌરાષ્ટ્ર રવાના,વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવા મદદ કરશે

kalmukho str 18 રંગીલા રાજકોટમાં ચાલી રહેલી દારૂની મહેફિલમાં થયો ઝગડો, બબાલમાં 1 યુવતી સહિત 2 લોકોને થઈ ઇજા