નિષ્ફળ/ રેલવે સ્ટેશન ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન છે પણ ટિકિટ નથી નિકળતી

રેલવે દ્વારા 3 વર્ષ પહેલાં આવાં મશીનો લગાવાયાં હતાં. સ્કેન્ડલ કે ટેક્નોલોજીની ખામીના કારણે આ સીસ્ટમ સફળ થઇ શકી નહીં અને અંતે કાર્ડ ખરીદનારને પૈસા રિફંડ આપવા પડ્યા

Gujarat Vadodara
WhatsApp Image 2021 08 26 at 5.37.12 PM રેલવે સ્ટેશન ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન છે પણ ટિકિટ નથી નિકળતી

વેસ્ટર્ન રેલવે દ્ધારા જે મોટા રેલવે સ્ટેશન હતા ત્યાં યાત્રીને જનરલ ટિકિટ સહિતની અન્ય સુવિધા મળી રહે તે માટે ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન મૂકાયાં હતા. જે પૈકી વડોદરા સ્ટેશન પર  મે-2021માં 5 મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેનો ઉપયોગના થતા અને  એક પણ કાર્ડ ન વેચાતાં હાલમાં તે  મશીનો વડોદરા રેલવે સ્ટેશન પર બીન ઉપયોગી પડી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે રેલવે દ્વારા 40 લાખના ખર્ચે ખરીદવામાં આવેલા આ ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીનમાંથી પ્લેટફોર્મ ટિકિટ, સિઝનલ પાસ અને જનરલ ટિકિટ નીકળતી હોય છે.  આ મશીનનો ઉપયોગ કરી મુસાફરો સહેલાઇથી ટિકિટ મેળવી શકે છે. મુસાફરોને ટિકિટ વિન્ડો પર રાહ જોવી ન પડે અને લાંબો સમય લાઈનમાં ઊભું રહેવું ન પડે  એ હેતુસર આ મશીન રેલવે સ્ટેશન પર મુકવામાં આવ્યા હતા.    આ મશીનને ઓપરેટ કરવા માટેના પ્રિપેઇડ કાર્ડ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ, સુરત, મુંબઇ, વડોદરા જેવાં તમામ સ્ટેશનો પર ઉપયોગમાં લઇ શકાય છે.

mmm રેલવે સ્ટેશન ઓટોમેટિક ટિકિટ વેન્ડિંગ મશીન છે પણ ટિકિટ નથી નિકળતી

જોકે હાલના તબક્કે આ મશીનમાંથી માત્ર મેલ એક્સપ્રેસ ટ્રેનની જનરલ ટિકિટ જ નીકળે છે. જ્યારે સમગ્ર વેસ્ટર્ન રેલવેમાં આ મશીન પર પ્લેટફોર્મ ટિકિટ બ્લોક કરવામાં આવી છે. જેથી મુસાફરો આ મશીનનાં કાર્ડ લેવાનું પસંદ કરતા નથી. બીજી તરફ કોરોનાને પગલે રેલવે દ્વારા હજુ પાસ શરૂ કરાયા નથી, જેથી આ મશીનનો ઉપયોગ થતો ન હોવાનું રેલવે જણાવી રહ્યું છે.

 ઉલ્લેખનીય છે કે, રેલવે દ્વારા 3 વર્ષ પહેલાં આવાં મશીનો લગાવાયાં હતાં. સુત્રોના જણાવ્યા અનુસાર સ્કેન્ડલ કે ટેક્નોલોજીની ખામીના કારણે આ સીસ્ટમ સફળ થઇ શકી નહીં અને અંતે કાર્ડ ખરીદનારને પૈસા રિફંડ આપવા પડ્યા.  રેલવે તંત્ર દ્ધારા એમ જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં મુકાયેલા જે મશીનો છે તે આધુનિક છે.
આ મશીનનો ઉપયોગ કરવા માટે મુસાફરે બુકિંગ વિન્ડો પરથી 100 રૂપિયાનું 1 એટીએમ કાર્ડ જેવું કાર્ડ ખરીદવું પડછે. જેમાં 50 રૂપિયા કાર્ડનો ચાર્જ છે, જ્યારે 50 રૂપિયાનું બેલેન્સ મળે છે. તેમાં બેલેન્સ કરાવવા માટે પણ રેલવે સ્ટેશન બુકિંગ ઓફિસે જવું પડશે.