જવાબ/ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન મામલે જાણો તાલિબાની નેતાએ શું જવાબ આપ્યો..

 20 ઓગસ્ટના રોજ ગુજરાતમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકના આધારે રચાયેલું સામ્રાજ્ય ક્યારેય કાયમી ન હોઈ શકે.

Top Stories
taliban pramukh વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન મામલે જાણો તાલિબાની નેતાએ શું જવાબ આપ્યો..

તાલિબાન અને ભારત વચ્ચેના સંબંધો કેવા રહેશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. પરંતુ બંને પક્ષોના તાજેતરના નિવેદનોથી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ રહી છે. તાલિબાનનું નિવેદન પણ ભારત પ્રત્યે બહુ આક્રમક નથી અને ભારતે પણ તાલિબાનોને સીધા નિશાન બનાવ્યા નથી. આ નિવેદનોને જોતા, એવું લાગે છે કે તાલિબાન જે 1996 થી 2001 વચ્ચે અસ્તિત્વમાં હતું તે 2021 માં નવી લાઇન લેશે. ગુરુવારે, અગ્રણી તાલિબાન નેતા શહાબુદ્દીન દિલાવારે રેડિયો પાકિસ્તાનને આપેલા ઇન્ટરવ્યુમાં પીએમ મોદીના પાંચ દિવસ જૂના નિવેદનનો જવાબ આપ્યો છે.

20 ઓગસ્ટના રોજ ગુજરાતમાં એક કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે આતંકના આધારે રચાયેલું સામ્રાજ્ય ક્યારેય કાયમી ન હોઈ શકે. પીએમ મોદીના આ નિવેદનને તાલિબાન માટે સંદેશ તરીકે જોવામાં આવ્યું હતું. જ્યારે તાલિબાન નેતાને પીએમ મોદીની ટિપ્પણી અંગે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે ભારતને બહુ જલદી ખબર પડી જશે કે તાલિબાન દેશને કેટલી સરળતાથી ચલાવી શકે છે.

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યાના પાંચ દિવસ બાદ પીએમ મોદીએ એક નિવેદનમાં કહ્યું, “તોડનારી શક્તિઓને લાગે છે કે તેઓ આતંકના આધારે સામ્રાજ્યનું નિર્માણ કરી શકે છે, પરંતુ આવી વિચારસરણી અમુક  સમય માટે સારી હોઇ શકે છે.” તે પ્રભુત્વ ધરાવી શકે છે પરંતુ તેનું અસ્તિત્વ કાયમી હોઈ શકતું નથી. માનવતાને આતંકથી લાંબા સમય સુધી અસર પહોચાડી શકાતી નથી.

તાલિબાન નેતા દિલાવરે રેડિયો પાકિસ્તાન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતને દેશ ચલાવવાની અમારી ક્ષમતા વિશે ટૂંક સમયમાં જ ખબર પડી જશે. તેમણે ભારતને અફઘાનિસ્તાનની આંતરિક બાબતોમાં દખલ ન કરવાની ચેતવણી પણ આપી હતી. સાથે જ દિલાવરે પાકિસ્તાનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, પાકિસ્તાન આપણો પાડોશી અને મિત્ર દેશ છે. તેમણે 30 લાખ અફઘાન શરણાર્થીઓને આશ્રય આપવા બદલ પાકિસ્તાનનો આભાર પણ માન્યો હતો.”