Amreli News: અમરેલી (Amreli)ના બગસરા (Bagsara)માં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. રાત્રિના સમયમાં જ ધોધમાર વરસાદના આગમને નવરાત્રિની પૂર્વ તૈયારીમાં રોક લગાવી છે. બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકતા ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બગસરા ઉપરાંત સુડાવડ સહિત આસપાસના ગામમોમાં વરસાદ થતા માર્ગો પર પાણી ફરી વળ્યા. વરસાદે ખૈલેયાઓના ગરબા રમવાના ઉત્સાહ પર બ્રેક લગાવી છે. પરંતુ વરસાદ વરસતા વાતાવરણ ઠંડક પ્રસરી જતી જોવા મળી.
આવતીકાલ 3 ઓકટોબરથી રાજ્યભરમાં નવરાત્રિ તહેવાર (Navratri)ની શરૂઆત થઈ રહી છે. ત્યારે અનેક વિસ્તારોમાં હજુ પણ ચોમાસા જેવો વરસાદ વરસી રહ્યો છે. અમેરલીમાં ગતરાત્રિએ ચોમાસા જેવો ધોધમાર વરસાદ ખાબક્યો. અમરેલી ઉપરાંત છેલ્લા 24 કલાકમાં 14 તાલુકામાં જ વરસાદ જોવા મળ્યો. રાજ્યના 4 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં સામાન્યથી 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે હવામાન વિભાગની જાણકારી પ્રમાણે, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડમાં છૂટોછવાયો હળવો વરસાદ થઇ શકે છે. નવરાત્રિ તહેવાર દસ્તક દઈ રહ્યો છે ત્યારે વરસાદનું આગમન ખૈલેયાઓની મજા બગાડશે.
ગુજરાતમાં આવખતે નવરાત્રિની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ચોમાસુ હજુ સુધી વિદાય લઈ રહ્યું નથી. સામાન્ય રીતે ભાદરવા મહિનામાં આકરો તાપ જોવા મળતો હોય છે. પરંતુ આ વખતે ભાદરવા મહિનામાં રાજ્યમાં અનેક સ્થાનો પર છૂટો છવાયો વરસાદ તો કયાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો. ગરબાના શોખીનોએ આ વખતે વરસાદમાં ગરબા ગાવાની તૈયારી રાખવી પડશે. કારણ કે હવામાન વિભાગ પણ નવરાત્રિમાં વરસાદની આગાહી કરી રહ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી
આ પણ વાંચો: નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ