બોલીવુડ ન્યુઝ/ ફરહાન અખ્તરની ફિલ્મ ’તૂફાન’ની રીલિઝ ડેટ થઇ જાહેર,જાણો કઈ

બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરની સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ ’તૂફાન’ના પ્રીમિયરની તારીખ સામે આવી ગઇ છે. આ ફિલ્મ 16 જુલાઇએ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત અને એક્સેલ એન્ટરટેનમેન્ટ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત ફિલ્મ આ વર્ષની સૌથી મોટી સ્પોટ્ર્સ ડ્રામા મનાઇ રહી છે. ફરહાન અખ્તરે સોશિયલ મીડિયામાં ફિલ્મ તૂફાનનું […]

Entertainment
Untitled 173 ફરહાન અખ્તરની ફિલ્મ ’તૂફાન’ની રીલિઝ ડેટ થઇ જાહેર,જાણો કઈ

બોલિવૂડ અભિનેતા ફરહાન અખ્તરની સ્પોટ્ર્સ ડ્રામા ફિલ્મ ’તૂફાન’ના પ્રીમિયરની તારીખ સામે આવી ગઇ છે. આ ફિલ્મ 16 જુલાઇએ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે. રાકેશ ઓમપ્રકાશ મેહરા દ્વારા નિર્દેશિત અને એક્સેલ એન્ટરટેનમેન્ટ રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દ્વારા નિર્મિત ફિલ્મ આ વર્ષની સૌથી મોટી સ્પોટ્ર્સ ડ્રામા મનાઇ રહી છે.

ફરહાન અખ્તરે સોશિયલ મીડિયામાં ફિલ્મ તૂફાનનું પોસ્ટર શેર કરતાં લખ્યું કે, વિનમ્રતા, પ્રેમ અને દેશના સુંદર લોકોની લડાઇની ભાવના પ્રત્યે સમર્પણ સાથે, અમારી ફિલ્મ તૂફાન 16 જુલાઇએ રીલિઝ થશે.

આ ફિલ્મ મુંબઇના ડોંગરીમાં જન્મેલા એક અનાથ યુવક અજ્જુના જીવનની આસપાસ ફરે છે. જે મોટો થઇને ગુંડો બને છે. તેનું જીવન ત્યારે બદલાઇ જાય છે, જ્યારે તે એક દયાળુ મહિલા અનન્યાને મળે છે. જેનો વિશ્વાસ તેને પોતાના જુનૂનને શોધવા પ્રેરે છે. કેમ કે, તે બોક્સિંગ ચેમ્પિયન અઝીઝ અલી બનવા સફર શરૂ કરે છે.

આ ફિલ્મમાં ફરહાન ઉપરાંત મૃણાલ ઠાકુર, પરેશ રાવલ, સુપ્રિયા પાઠક કપૂર, હુસૈન દલાલ, ડો. મોહન અગાશે, દર્શન કુમાર અને વિજય રાજ પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, ફરહાનની તૂફાનની રીલિઝ ડેટ જાહેર થતાં ફેન્સ સહિત બોલિવૂડ સ્ટાર્સે પણ કમેન્ટ કરી પોતાની ખુશી વ્યક્ત કરી છે. ફરહાનની પોસ્ટ પર અભિનેતા ઋતિક રોશને કમેન્ટ કરતાં લખ્યું કે, આની રાહ જોઇ શકતો નથી. ઉપરાંત સિદ્ધાંત ચતુર્વેદી, દીયા મિર્ઝા જોયા અખ્તરે ઇમોજી શેર   કર્યા હતા.