Not Set/ વિકાસ બહલે તેની સામે આરોપ મુકનારી યુવતી સહિત અનુરાગ કશ્યપ પર 10 કરોડનો દાવો કર્યો

મુંબઇ,  તાજેતરમાં ફિલ્મમેકર વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મ્સની એક પૂર્વ કર્મચારીએ સેક્સુઅલ હેરસમેંટનો આરોપ લગાવ્યો હતો.આ વિવાદ શમ્યો નથી ત્યાં એક બીજા પણ સમાચાર સામે આવ્યા છે.વિકાસ બહલએ તેના  મિત્રો  અને  ભૂતપૂર્વ પાર્ટનર્સ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર 10 કરોડ રૂપિયાના બદનક્ષીનો દાવો કર્યો છે. બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન વિકાસ બહલએ આરોપ લગાવનાર મહિલાને પણ […]

Trending Entertainment
6o વિકાસ બહલે તેની સામે આરોપ મુકનારી યુવતી સહિત અનુરાગ કશ્યપ પર 10 કરોડનો દાવો કર્યો

મુંબઇ, 

તાજેતરમાં ફિલ્મમેકર વિકાસ બહલ પર ફેન્ટમ ફિલ્મ્સની એક પૂર્વ કર્મચારીએ સેક્સુઅલ હેરસમેંટનો આરોપ લગાવ્યો હતો.આ વિવાદ શમ્યો નથી ત્યાં એક બીજા પણ સમાચાર સામે આવ્યા છે.વિકાસ બહલએ તેના  મિત્રો  અને  ભૂતપૂર્વ પાર્ટનર્સ અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની પર 10 કરોડ રૂપિયાના બદનક્ષીનો દાવો કર્યો છે. બુધવારે કોર્ટમાં સુનાવણી દરમિયાન વિકાસ બહલએ આરોપ લગાવનાર મહિલાને પણ પ્રતિવાદી બનાવી છે.

કોર્ટના કેસની સુનાવણી 19 ઓક્ટોબર સુધી ટાળવામાં આવી છે મંગળવારે કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દાવા મુજબ અનુરાગ અને વિક્રમાદિત્યના નિવેદન માનહાનિવાળા અને  જેના કારણે બહલની છબીને નુકસાન પહોંચાડ્યું છે.

મનહાનિના દાવમાં અનુરાગ કશ્યપ અને મોટવાની પાસે 10 કરોડ રૂપિયા માંગ્યા છે. કોર્ટ બંને પક્ષોને પૂછ્યું છે કે જો તેઓ ઇચ્છે તો તે  સમજુતી કરી શકે છે  સાથે સાથે અદાલતે કહ્યું છે કે શુક્રવારના દિવસે  અનુરાગ, વિક્રમાદિત્ય અને આરોપી મહિલા પણ કોર્ટમાં હાજર રહે.

આપને એ જણાવી દઈએ કે અનુરાગ કશ્યપની  ફેન્ટમ ફિલ્મ્સમાં કામ કરતી એક મહિલાએ એવો આરોપ મુક્યો છે કે વર્ષ 2015માં ગોવામાં ફિલ્મ ‘બોમ્બે વેલવેટ’ ની પ્રમોશનલ ઇવેન્ટમાં વિકાસ બહલે દારૂ પીવાની સાથે સાથે તેની જાતીય સતામણી કરી હતી.