Bollywood/ અક્ષય કુમારથી લઈ રણબીર કપૂર સુધીના અભિનેતાની ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર થઇ

અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ તારીખ જાહેર થઈ છે. અક્ષયની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમામાં ધૂમ મચાવશે 

Entertainment
Untitled 370 અક્ષય કુમારથી લઈ રણબીર કપૂર સુધીના અભિનેતાની ફિલ્મોની રિલીઝ તારીખ જાહેર થઇ

કોરોના  કેસ ઘટ્યા પછી, ઘણા રાજ્યોમાં થિયેટરો ખોલવાનું શરૂ થયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, ગુજરાત અને આંધ્રપ્રદેશ સહિતના ઘણા રાજ્યોએ પણ સિનેમા ઘરો ખોલવાની પરવાનગી આપી છે. આ સાથે અર્થતંત્રને વેગ આપવા માટે, મહારાષ્ટ્ર સરકારે 22 ઓક્ટોબરથી તમામ થિયેટરો, સિનેમા હોલ, મલ્ટિપ્લેક્સ ખોલવાનો નિર્ણય કર્યો છે. આ સમાચાર મળતા જ અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ તારીખ જાહેર થઈ છે. અક્ષયની આ ફિલ્મ આ વર્ષે દિવાળી પર સિનેમામાં ધૂમ મચાવશે

યશરાજ ફિલ્મ્સ  

આદિત્ય ચોપરાએ યશરાજ ફિલ્મ્સની ચાર મોટી મોટી ફિલ્મોની રિલીઝ તારીખો જાહેર કરી છે. આ ફિલ્મોમાં બંટી ઓર બબલી 2, પૃથ્વીરાજ, જયેશભાઈ જોરદાર અને શમશેરાનો સમાવેશ થાય છે. વરુણ વી.શર્મા દ્વારા નિર્દેશિત બંટી ઓર બબલી 19 નવેમ્બર, 2021ના ​​રોજ રિલીઝ થશે. મોટા બજેટની ફિલ્મ પૃથ્વીરાજ 21 જાન્યુઆરી, 2022ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે.  રણવીર સિંહ અને શાલિની પાંડે અભિનીત ફિલ્મ જયેશભાઈ જોરદાર આગામી વર્ષે 25 ફેબ્રુઆરીએ મોટા પડદા પર આવશે. આ સાથે સુપરસ્ટાર રણબીર કપૂર અભિનીત શમશેરા આવતા વર્ષે 18 માર્ચે રિલીઝ થશે.

સાજિદ નડિયાદવાલાની જાહેરાત 

યશરાજ ફિલ્મ્સ બાદ મોટા નિર્માતા તેમની ફિલ્મો રિલીઝ કરવાની જાહેરાત કરી છે. સાજિદ નડિયાદવાલાને હિન્દી સિનેમાના એક દિગ્ગજ  નિર્માતા ગણવામાં આવે છે. હાલ તેના બેનર હઠળ મોટા બજેટની ચાર ફિલ્મો છે. જે ટૂંક સમયમાં જ જોવા મળશે. નિર્માતા સાજિદ નડિયાદવાલાની ત્રણ ફિલ્મો તડપ, બચ્ચન પાંડે અને હીરોપંતીની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. અહાન શેટ્ટી અને તારા સુતારિયા સ્ટારર ફિલ્મ તડપ 3 ડિસેમ્બર 2021 ના ​​રોજ રિલીઝ થશે. અક્ષય કુમારની ફિલ્મ બચ્ચન પાંડે  4 માર્ચ 2022 ના રોજ રિલીઝ થશે. ટાઈગર શ્રોફ અને કૃતિ સેનોનની ડેબ્યુ ફિલ્મ હિરોપંતીની સિક્વલ હીરોપંતી 2 6 મે 2022 ના રોજ રિલીઝ થશે

જર્સી ફિલ્મ 

2019માં આવેલી તમિલ સિનેમાની સુપર હીટ ફિલ્મ ‘જર્સી’ની રીમેક બનીને રિલીઝ થવા તૈયાર છે. આ ફિલ્મની રીમેકમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મની જાહેરાત 2019ના અંતમાં કરવામાં આવી હતી. નિર્માતાઓનો વિચાર હતો કે ફિલ્મને 2020માં રિલીઝ કરવામાં આવે. પરંતુ કોરોના સંક્ર્મણના કારણે ફિલ્મની રિલીઝ રોકવી પડી. ચહકો લાંબા સમયથી શાહિદની ફિલ્મ જર્સીની રિલીઝની રાહ જોવે છે. આ ફિલ્મ આ વર્ષે 31 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે. આ વાતની જાણકારી ફિલ્મના નિર્માતા અમન ગિલ, દિલ રાજુ અને એસ નાગા વંશીએ આપી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર સાથે મૃણાલ ઠાકુર અને શાહિદના પિતા પંકજ કપૂર જોવા મળશે.