Not Set/ બોલીવુડના બાદશાહ ખાને 20 વર્ષની પરંપરા તોડી,ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી

બાદશાહ ખાને તેની 20 વર્ષની પરંપરા તોડી નાખી હતી અને પહેલીવાર ચાહકોનું અભિવાદન કરવા આવ્યો ન હતાે

Entertainment
shahrukha બોલીવુડના બાદશાહ ખાને 20 વર્ષની પરંપરા તોડી,ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી

2 નવેમ્બરનો દિવસ બોલિવૂડ માટે ખાસ છે કારણ કે તે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનો જન્મદિવસ છે.શાહરૂખ દર વર્ષે તેનો જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.આ વખતે પણ શાહરૂખના ચાહકો તેની એક ઝલક જોવા માટે  દર વર્ષેની જેમ સવારથી મન્નત બહાર ઉભા રહ્યા હતા પરતું સવારથી સાંજ થઇ ગઇ પણ શાહરૂખ ખાન ટેરેસ કે બાલ્કનીમાં આવ્યો ન હતો,પ્રશંસકો અતિ નિરાશ થયા હતા, શાહરૂખ ખાન તેના જન્મદિવસની ઉજવણી ધામધુમથી કરે છે અને તેના ચાહકોનો અભિવાદન સ્વીકારે છે પરતું આ વખતે આવું કંઇ બન્યું ન હતું ,સવાર થી રાત્રિ સુધી શાહરૂખ બાલ્કનીમાં આવ્યો ન હતો જેના લીધે તેના ચાહકોમાં નિરાશા સાંપડી હતી.શાહરૂખ ખાને 20 વર્ષની પરંપરા તોડી નાંખી ,પહેલીવાર ચાહકો સામે જન્મદિવસના રોજ રૂબરી ન થયો.

બાદશાહ ખાને તેની 20 વર્ષની પરંપરા તોડી નાખી હતી અને પહેલીવાર ચાહકોનું અભિવાદન કરવા આવ્યો ન હતાે,ઉલ્લેખનીય છે કે શાહરૂખ કાનનો પુત્ર આર્યન ક્રુઝ ડ્રગ્સ પાર્ટી કેસમાં પકડાયો હતો અને 23 દિવસ સુધી જેલમાં રહેવું પડયું હતું. આખરે હાઇકોર્ટે તેને જાણીન આપ્યા હતા.