Happy Birthday!/ પરિણીતી ચોપડાનું મોટું નિવેદન, કહ્યું – હું સૈફ અલી ખાનને પ્રેમ કરું છું, આ વાત..

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા આજે પોતાનો 32 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ પ્રસંગે ચાહકો અને સેલેબ્સ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Entertainment
a 99 પરિણીતી ચોપડાનું મોટું નિવેદન, કહ્યું - હું સૈફ અલી ખાનને પ્રેમ કરું છું, આ વાત..

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપડા આજે પોતાનો 32 મો જન્મદિવસ મનાવી રહી છે. આ ખાસ પ્રસંગે ચાહકો અને સેલેબ્સ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. પરિણીતી ચોપડાની જોરદાર ફેન ફોલોઇંગ છે, પરંતુ શું તમે જાણો છો કે તે સૈફ અલી ખાનની સૌથી મોટી ફેન છે. તેણે એક વખત ધ કપિલ શર્મા શો પર કહ્યું હતું કે તે સૈફ અલી ખાનને ખૂબ જ ચાહે છે અને કરીના કપૂર પણ આ અંગે જાણે છે.

Instagram will load in the frontend.

હકીકતમાં, પરિણીતી ચોપડા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ગત વર્ષે જબરીયા જોડી ફિલ્મના પ્રમોશન માટે ધ કપિલ શર્મા પહોંચી હતી. ફિલ્મની વાર્તામાં પરિણીતી ચોપડા સિદ્ધાર્થનું અપહરણ કરે છે અને તેની સાથે લગ્ન કરવાનું વિચારે છે. આ ફિલ્મની થીમથી સંબંધિત એક પ્રશ્ન, કપિલે પરિણીતી ચોપડાને પૂછ્યો હતો કે, જો રિયલ લાઈફમાં તેને તક મળે તો કોની સાથે તેની જબરિયા જોડી બનાવશે.

Instagram will load in the frontend.

આ સવાલના જવાબમાં પરિણીતી કહે છે કે જો મને તક મળે તો હું સૈફ અલી ખાનનું અપહરણ કરવું ગમશે. હું તેમની સાથે મારી જબરિયા જોડી રાખવાનું પસંદ કરું છું. પરિણીતીએ વધુમાં કહ્યું કે મેં હંમેશાં સૈફ અલી ખાનને પ્રેમ કર્યો છે. મેં આ વાત કરીનાને પણ કહી દીધી છે અને તેને આ વાતથી કોઈ સમસ્યા નથી.

Parineeti Chopra doesn't talk about pay parity because 'girls make up for  it with endorsements', Twitter users call her shallow - bollywood -  Hindustan Times

પરિણીતીની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરવામાં આવે તો તેની ફિલ્મ સંદીપ ઓર પિંકી ફરાર બનીને તૈયાર છે. આ તે ફિલ્મમાં તે અર્જુન કપૂરની સાથે જોવા મળશે. લોકડાઉનને કારણે ફિલ્મની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી. આ સિવાય તેમની ફિલ્મ ધ ગર્લ ઓન ટ્રેન પોસ્ટ પ્રોડક્શન મંચ પર છે. જોકે, આ ફિલ્મની રિલીઝ ડેટ હજી જાહેર થઈ નથી.