રાજીનામું/ સરકારના મુખ્ય આર્થિક સલાહકારનું રાજીનામું,જાણો ક્યાં કારણસર

કોરોના સમયગાળા દરમિયાન અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારામનની દૂરંદેશીની પ્રશંસા કરી છે.

Top Stories
economics સરકારના મુખ્ય આર્થિક સલાહકારનું રાજીનામું,જાણો ક્યાં કારણસર

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA), તેમની ત્રણ વર્ષની મુદત પૂરી થયા બાદ રાજીનામું આપી દીધું છે. સુબ્રમણ્યમે કહ્યું કે તેમણે શિક્ષણની દુનિયામાં પાછા ફરવાનો નિર્ણય કર્યો છે. તેમણે આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. જોકે, સુબ્રમણ્યમ પછી નવા મુખ્ય આર્થિક સલાહકાર (CEA) કોણ બનશે તે અંગે સરકારે માહિતી આપી નથી.ઉલ્લેખનીય છે કે આગામી નાણાકીય વર્ષ માટે સામાન્ય બજેટની તૈયારીઓ શરૂ થવાની છે. આવી સ્થિતિમાં સરકાર ટૂંક સમયમાં મુખ્ય આર્થિક સલાહકારની નિમણૂક અંગે નિર્ણય લઈ શકે છે.

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે પોતાના નિવેદનમાં નરેન્દ્ર મોદી સરકારનો આભાર માન્યો છે. તેમણે કોરોના સમયગાળા દરમિયાન અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રધાનમંત્રી અને નાણામંત્રી નિર્મલા સીતારામનની દૂરંદેશીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે નિર્મલા સીતારમણ મુશ્કેલ પરિસ્થિતિઓનો પણ ખૂબ જ સરળ રીતે સામનો કરે છે અને ઉકેલો શોધે છે. તેમની રમૂજની ભાવના અદભૂત છે