પરિણામ/ ગાંધીનગર મનપા ચૂંટણીનું આજે પરિણામ,આપની એન્ટ્રીથી સમીકરણ બદલાઇ શકે છે

આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્રો પરથી મનપાનાં 11 વોર્ડના 44 બેઠકોનું પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.

Top Stories
BBBBAAAAAA ગાંધીનગર મનપા ચૂંટણીનું આજે પરિણામ,આપની એન્ટ્રીથી સમીકરણ બદલાઇ શકે છે

આજે ગાંધીનગર મહા નગરપાલિકાની ચૂંટણીના પરિમામ જાહેર થવાના છે. અહીયા પહેલીવાર ત્રિ પાંખિયો જંગ જામ્યો ચે. આપની એન્ટ્રી થતાં રાજકીય સમીકરણ બદલાઇ શકે છે. ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી પટેલ-પાટીલ માટે મહત્વના ગણવામાં આવે છે. આ ચૂંટણીના પરિણામ ભાજપની આગામી રણનીતિ નક્કી કરશે. 3 ઓક્ટોબરના રોજ 56 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી પાંચ કેન્દ્રો પર મતગણતરી શરૂ કરવામાં આવશે. આ પાંચેય કેન્દ્રો પરથી મનપાનાં 11 વોર્ડના 44 બેઠકોનું પરિણામ બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે. જે માટે ચૂંટણી તંત્ર દ્વારા કર્મચારીઓને ટ્રેનિંગ પણ આપી દેવામાં આવી છે.

ત્રિ-પાંખિયા જંગથી  સમીકરણ બદલાઇ શકે છે.

મનપાની અગાઉ બે ચૂંટણીમાં કોંગ્રેસ એક વખત જીત્યુ હતું તો બીજી વખત સત્તાની નજીક હતું. પરંતુ દરેક વખતે ભાજપ ગઠબંધનની નીતીથી સત્તા પર બેસી ગયું હતું. ત્યારે આજે સત્તાનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન તે અંગે રાજકીય પક્ષો પણ અસમંજસમાં છે. કારણ કે નવા સિમાંકનમાં નવા 18 ગામ અને પેથાપુર નગરપાલિકા આવતા નવા મતદારો ઉમેરાયા હતા. બીજી તરફ આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં ઝંપલાવતા ત્રિપાંખીયો જંગ થઈ ગયો હતો. જેને પગલે આ વખતે પરિણામ અણધાર્યા આવે તેવી પુરેપુરી શક્યતા જોવાઈ રહી છે.ત્રીજી ઓક્ટોબરના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સવારથી સાંજ સુધી ચાલેલા રાજકીય ડ્રામા વચ્ચે સરેરાશ 56 ટકા જેટલું મતદાન થયું હતું. બાદમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM મશીનોને સેકટર – 15 ખાતેના સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવાયા હતા.

  મતગણતરી કયા વોર્ડની કયાં જાણો
વોર્ડ નંબર 1 (સેક્ટર – 25,26 અને રાંધેજા) તેમજ વોર્ડ નંબર 2 (જી ઈ બી કોલોની, આદિવાડા, ચરેડી, પેથાપુર) માટે સેકટર 15 ની ગવર્મેન્ટ સાયન્સ કોલેજમાં 40થી વધુ EVM મશીનમાં કેદ મતોની મતગણતરી કરાશે. જેમાં 70 થી વધુનો સ્ટાફ રહેવાનો છે. જ્યારે વોર્ડ નંબર – 3(સેકટર – 24,27, 28) અને વોર્ડ નંબર – 4(સેકટર – 20, 29,જીઈબી છાપરા, પેથાપુર કસબો, પાલજ, બાસણ, ઇન્દ્રોડા, ધોળાકૂવા, લવારપૂર/ શાહપુર ટીપી – 25) ની મતગણતરી સેકટર – 15 આઈઆઈટીઈ માં 48 EVM ની મતગણતરી કરાશે.

એજ રીતે વોર્ડ નંબર – 5(સેકટર – 9,10, 10A, 10B, 18,19, 20,21, 22,23, 29,30) અને વોર્ડ નંબર – 6(સેકટર – 11,12,13,14,15,16,17, ફતેપુરા, ગોકુળપૂરા, વાવોલનાં કુબેરનગર, તળાવ પાસેના છાપરા) માટે સેકટર – 15 કોમર્સ કોલેજ માં 47 EVM ની મત ગણતરી કરવામાં આવશે. ઉપરાંત વોર્ડ નંબર – 7(કોલવડા, વાવોલ) અને વોર્ડ નંબર – 8(સેકટર 4,5,વાસણા હડ મતિયા, સરગાસણ, પોર, અંબાપુરનાં તારાપુર-ઉવારસદ ટીપી વિસ્તાર) માટે 54 EVM ની મત ગણતરી સેકટર – 15 ની સ્વર્ણિમ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં યોજાશે. જ્યારે વોર્ડ નંબર – 9(સેકટર – 2,3,3ન્યુ, ઈન્ફોસિટી, કુડાસણ) અને વોર્ડ નંબર – 10 (સેકટર – 1,6,7,8, રાંદેસણ , રાયસણ, કોબા, કુડાસણ ધોળાકૂવા ટીપી – 6) તેમજ વોર્ડ નંબર – 11( ખોરજ, ઝુંડાલ, અમિયાપુર, સુઘડ, નભોઈ, ભાટ, કોટેશ્વર) માટે સેકટર – 15 સરકારી કોલેજમાં 93 EVM મશીનની મત ગણતરી કરવામાં આવશે.

 પોલીસ જવાનોનો બંદોબસ્ત
આજે મતગણતરી સ્થળે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે જિલ્લા પોલીસવડાના સુપરવિઝનમાં 550થી વધુ પોલીસ જવાનો-અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. જેમાં 6 ડીવાયએસપી, 10 પીઆઇ, 31 પીએસઆઇ થતા 250 પોલીસ કોન્સ્ટેબલ, 120 મહિલા પોલીસ, 50 ટ્રાફિક પોલીસ 500 પોલીસ જવાનોને સવારથી તૈનાત કરી દેવાયો હતો.