Accident/ દોરડું તૂટયું ને વ્યક્તિએ જીવન ગુમાવ્યું.. જાણો શું થયું

આજના સમયમાં વધી રહેલી મોંઘવારીમાં એક તરફ રોજગારી મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે ત્યારે કેટલાક લોકોની રોજગારી એવી છે કે તેમાં જીવનનું કોઈ ભરોસો નથી. હાથમાં જીવનું જોખમ લઈને કામ કરનારા લોકો પોતાના પેટના ખાડા ને પૂરવા માટે કેટલું શ્રમ કરી રહ્યા છે કે તે અમીર વર્ગના લોકોની સમજની […]

Ahmedabad Gujarat
pjimage 7 દોરડું તૂટયું ને વ્યક્તિએ જીવન ગુમાવ્યું.. જાણો શું થયું
આજના સમયમાં વધી રહેલી મોંઘવારીમાં એક તરફ રોજગારી મેળવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવું ખુબજ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે ત્યારે કેટલાક લોકોની રોજગારી એવી છે કે તેમાં જીવનનું કોઈ ભરોસો નથી. હાથમાં જીવનું જોખમ લઈને કામ કરનારા લોકો પોતાના પેટના ખાડા ને પૂરવા માટે કેટલું શ્રમ કરી રહ્યા છે કે તે અમીર વર્ગના લોકોની સમજની બહાર છે.
ગઈ કાલે પણ અમદાવાદમાં આવીજ એક ઘટના ઘટી હતી. ગુલબાઇ ટેકરા પાસેના આદિત્ય ફ્લેટના ચોથા માળે કલરનું કામ ચાલતું હતું ત્યારે સલામતુલ્લા શેખ નામની વ્યક્ત ઝૂલા પર બેસીને દીવાલ ઉપર કલર કરી રહ્યા હતા ત્યારે દોરડું તૂટી જતા સલામતુલ્લા ભાઈ ચોથા માળેથી નીચે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવીને પટકાયા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી જતા તેમનું મોત નિપજ્યુ હતું. ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને મૃતકની લાશને પોસ્ટ મોટમ માટે મોકલી દઈને આગળની તપાસ હાથ ધરી હતી.