Supreme Court/ આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય, સુપ્રીમકોર્ટએ વળતર ચૂકવવા સરકારને આપ્યો આદેશ

સફાઇ કામદારને ગટરમાં નહીં ઉતારવાના સુપ્રીમકોર્ટના આદેશ છતાં પણ ગટરોમાં સફાઇ કામદારોને ઉતારવામાં આવે છે. ગટરની સફાઈ માટે સારા સાધનોનો ઉપયોગ કરવાનું કોર્ટનું સૂચન.

Top Stories India
safai kam 1 આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય, સુપ્રીમકોર્ટએ વળતર ચૂકવવા સરકારને આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે સફાઈકર્મીઓને વળતર ચૂકવવા સરકારને આદેશ કર્યો. કોર્ટે સરકારી એજન્સીઓને નોટિસ પાઠવતા હુકમ કર્યો કે ગટરની સફાઈ દરમીયાન મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 30 લાખ આપવામાં આવે. તેમજ સફાઈ દરમીયાન જે કામદાર અપંગતાનો ભોગ બને તેને 20 લાખની સહાય કરવાનો આદેશ આપ્યો. સરકારી ડેટાના આંકડા મુજબ ભારતમાં ગટર સફાઈ દરમ્યાન ઓછામાં ઓછા 347થી લોકોના મૃત્યુ નિપજયા છે. જેમાં સૌથી વધુ મૃત્યુ ઉત્તરપ્રદેશ, તમિલનાડુ અને દિલ્હીમાં થયા હોવાનું સામે આવ્યું છે.

દેશમાં ગટરની સફાઈ દરમ્યાન કામદારોની સ્થિતિને લઈને સુપ્રીમ કોર્ટની જસ્ટિએસ એસ. ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ્ટ અને અરવિંદકુમારની બેન્ચે સરકારની ઝાટકણી કાઢી. સાથે જણાવ્યું કે સરકાર સુપ્રીમકોર્ટની ગાઈડલાનનું પાલન નથી કરી રહી. કોર્ટે અનેક વખત આદેશ કર્યા છે કામદારોને ગટરમાં ના ઉતારતા સારા સાધનોનો ઉપયોગ કરવામાં આવે.

બેન્ચે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સુનિશ્ચિત કરવું જોઈએ કે મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રથા સંપૂર્ણપણે નાબૂદ થાય. કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ફરી આવી ઘટનાઓ ના બને માટે સરકારી એજન્સીઓને સંકલન કરવાનું સૂચન કર્યું.’ જાહેરહિતની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમકોર્ટે આ નિર્ણય આપ્યો.


whatsapp ad White Font big size 2 4 આખરે સફાઈકર્મીઓને મળ્યો ન્યાય, સુપ્રીમકોર્ટએ વળતર ચૂકવવા સરકારને આપ્યો આદેશ

 આ પણ વાંચો : Jandhan Account/ શું તમે પણ ઝીરો બેલેન્સ ખાતું ખોલાવ્યું છે ? તો નાણામંત્રીએ આપી મોટી જાણકારી

   આ પણ વાંચો : World Tourist Village/ ગુજરાતનું કયું ગામ વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન્ સ્થળોની યાદીમાં સામેલ?

   આ પણ વાંચો : Feature/ હાશ…આખરે WhatsAppમાં જેની જરૂર હતી તે ફીચર મળશે