સ્ટોક માર્કેટ/ શેરબજારમાં મંદી યથાવત, સેન્સેક્સમાં 700 પોઇન્ટ તૂટ્યો,નિફટીમાં પણ 158 પોઇન્ટનો ઘટાડો

રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર શેરબજાર પર પડી રહી છે, શેરબજાર માટે વૈશ્વિક સંકેતો હજુ પણ મંદીમાં  છે અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે

Top Stories Business
9 3 શેરબજારમાં મંદી યથાવત, સેન્સેક્સમાં 700 પોઇન્ટ તૂટ્યો,નિફટીમાં પણ 158 પોઇન્ટનો ઘટાડો

રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર શેરબજાર પર પડી રહી છે, શેરબજાર માટે વૈશ્વિક સંકેતો હજુ પણ મંદીમાં  છે અને સ્થાનિક શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. આજે એશિયન બજારો પણ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. શાંઘાઈ, હેંગસેંગ બધા મજબૂત ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે. આજે આઈટી શેરોમાં જબરદસ્ત ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.આજે BSE સેન્સેક્સ લગભગ 450 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો છે. ગઈ કાલે સેન્સેક્સ 55102 પર બંધ થયો હતો અને આજે 449 પૉઇન્ટના ઘટાડા સાથે 54653ની સપાટીએ ખૂલ્યો છે. નિફ્ટીમાં આજે પ્રી-ઓપનિંગના સ્તરે ટ્રેડિંગની શરૂઆત થઈ હતી અને 158 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટી 16339ના સ્તરે ખુલ્યો છે. આ રીતે નિફ્ટી આજે 16400ના મહત્વના સ્તરથી નીચે સરકી ગયો છે.

બજાર ખુલ્યાની 25 મિનિટ પછી ઘટાડો વધ્યો
આજે બજાર ખુલ્યાના 25 મિનિટ બાદ બજારનો ઘટાડો વધી ગયો છે. સેન્સેક્સ 706 પોઈન્ટ અથવા 1.28 ટકા ઘટીને 54,396 પર આવી ગયો છે. નિફ્ટીમાં 211 પોઇન્ટના ઘટાડા બાદ તે 16,286 પર ટ્રેડ કરી રહ્યો છે.

સેક્ટરલ ઈન્ડેક્સ જુઓ
આજે બેન્કિંગ શેરોમાં વધારો થવાની ધારણા છે, પરંતુ આ સમયે બેન્ક શેરો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આજે મેટલ સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડાનાં લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યાં છે. માત્ર મેટલ સેક્ટર 0.67 ટકા ઉપર છે. બાકીનો 2.15 ટકાનો ઘટાડો ઓટો શેરોમાં છે. આઈટી શેરોમાં 1.38 ટકાનો ઘટાડો છે. બેંકમાં 1.20 ટકાનો ઘટાડો છે.