ડ્રોન/ દિલ્હીના મેટ્રો સ્ટેશનના રૂટ પર ડ્રોન મળી આવતાં સેવા બંધ કરવી પડી

દિલ્હીના જસોલા વિહાર મેટ્રો સ્ટેશનના રૂટ પર ડ્રોન પડતાં ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે થોડો સમય માર્ગ બંધ કરવો પડ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ડ્રોનનું પરીક્ષણ કર્યું. સેવાઓ બાદમાં પૂર્વવત્ કરવામાં આવી હતી.

Top Stories India
Drone દિલ્હીના મેટ્રો સ્ટેશનના રૂટ પર ડ્રોન મળી આવતાં સેવા બંધ કરવી પડી

દિલ્હીના (Delhi) જસોલા વિહાર મેટ્રો સ્ટેશનના (Jasola Vihar Metro station) રૂટ પર ડ્રોન (Drone) પડતાં ખળભળાટ મચી ગયો હતો, જેના કારણે થોડો સમય માર્ગ બંધ કરવો પડ્યો હતો. માહિતી મળતાં જ પોલીસ પહોંચી અને ડ્રોનનું પરીક્ષણ કર્યું. સેવાઓ બાદમાં પૂર્વવત્ કરવામાં આવી હતી.
ઘટના લગભગ બપોરના ત્રણ વાગ્યાની છે. પોલીસે જણાવ્યું કે મેટ્રો રૂટ (Metro route) પર ડ્રોન પડવાની માહિતી મળી હતી. જ્યારે સ્થળ પર ડ્રોનની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તે એક ફાર્માસ્યુટિકલ કંપનીનું (Pharmaceutical company) ડ્રોન છે. તેની પાસેથી કેટલીક દવાઓના સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. થોડા સમય માટે આ રૂટ પર મેટ્રોને રોકી દેવામાં આવી હતી. હવે રૂટને સક્રિય કરવામાં આવ્યો છે.
પોલીસનું કહેવું છે કે ડ્રોન વિશે ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી માહિતી લેવામાં આવી રહી છે. આ સાથે ડ્રોન ઉડાડવાની પરવાનગી અંગે પણ માહિતી લેવામાં આવશે. રૂટ પર ડ્રોન પડવાને કારણે મેટ્રો સેવા પ્રભાવિત થઈ છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) એ ટ્વિટ કર્યું- સુરક્ષા કારણોસર જસોલા વિહાર શાહીન બાગથી બોટનિકલ ગાર્ડન વચ્ચે મેજેન્ટા લાઇન પર સેવાઓ ઉપલબ્ધ નથી. અન્ય તમામ લાઇન પર સામાન્ય સેવાઓ છે. બાદમાં અન્ય એક ટ્વિટમાં માહિતી આપવામાં આવી હતી કે સેવાઓ ફરીથી શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ

Mock Drill/ ચીનમાં કોરોનાએ ઉછાળો મારતા રાજ્યોને હેલ્થ ફેસિલિટીઝનું મોકડ્રિલ કરવા કેન્દ્રની સૂચના

Viral Video/ કોરોનાથી બચવા ચાઇનીઝ દંપતીએ શોધ્યો અનોખો કીમિયો