Not Set/ રોડ એક્સિડન્ટમાં આ સિંગરની થઇ દુખદ મોત, પતિ ગંભીર રીતે ઘાયલ

મરાઠી ગાયિકા ગીતા માલીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. ગુરુવારે, મુંબઇ થાણે જિલ્લાની પોલીસે કહ્યું કે, તેમનું મૃત્યુ મુંબઇ-આગ્રા હાઇવે પર માર્ગ અકસ્માત દરમિયાન થયું હતું. જણાવી દઇએ કે તે અમેરિકાથી પરત ફર્યા બાદ ગીતા તેના ઘરે નાસિકમાં જઇ રહી હતી. આ દરમિયાન ગીતાનો પતિ વિજય પણ તેની સાથે મુસાફરી કરી રહ્યો હતો. પોલીસનાં જણાવ્યા […]

Entertainment
Geeta Mali રોડ એક્સિડન્ટમાં આ સિંગરની થઇ દુખદ મોત, પતિ ગંભીર રીતે ઘાયલ

મરાઠી ગાયિકા ગીતા માલીનું માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. ગુરુવારે, મુંબઇ થાણે જિલ્લાની પોલીસે કહ્યું કે, તેમનું મૃત્યુ મુંબઇ-આગ્રા હાઇવે પર માર્ગ અકસ્માત દરમિયાન થયું હતું. જણાવી દઇએ કે તે અમેરિકાથી પરત ફર્યા બાદ ગીતા તેના ઘરે નાસિકમાં જઇ રહી હતી. આ દરમિયાન ગીતાનો પતિ વિજય પણ તેની સાથે મુસાફરી કરી રહ્યો હતો. પોલીસનાં જણાવ્યા અનુસાર, મુંબઈ-નાસિક હાઈવે પર શાહપુર ગામ નજીક તેનું વાહન એક ઓઇલ ટેન્કર સાથે અથડાયું હતું.

આ ઘટનામાં ગીતા માલી અને તેના પતિને ભારે ઈજા પહોંચી હતી. જે બાદ બંનેને તુરંત શાહપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ગીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વળી તેનો પતિ વિજય હજી સારવાર હેઠળ છે. પોલીસનાં જણાવ્યા મુજબ સારવાર દરમિયાન ગીતાનું મોત નીપજ્યું હતું. જણાવી દઇએ કે તેણે કેટલીક મરાઠી ફિલ્મો માટે ગાત ગાયા હતા. આ સિવાય તેણીનાં પોતાના મ્યુઝિક આલ્બમ માટે પણ તેને ખૂબ પસંદ કરવામાં આવી હતી.

છેલ્લે પર્ફોર્મન્સ ન્યૂયોર્કમાં

ગીતા માલીનું પોતાનું મ્યુઝિકલ બેન્ડ હતું, જેનુ નામ ગીત ગંગા મ્યુઝિકલ બેન્ડ છે. ગીતાએ મુંબઈ યુનિવર્સિટીમાંથી ભારતીય ક્લાસિકલ મ્યુઝિકમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. ગીતા નાસિકની ઉભરતી પ્રતિભા હતી. તેમનું છેલ્લું પર્ફોમન્સ ન્યૂયોર્કમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.