રાજકોટ/ કુવાડવામાં તસ્કરોએ એક સાથે એક ડઝન દુકાનમાં હાથફેરો કર્યો

તસ્કરોએ ગતરાતે બે થી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ત્રણ થી ચાર જેટલા તસ્કરોએ એક સાથે 12 દુકાનના તાડા તોડી પરચુરણ માલ-સામાન અને રોકડની ચોરી થયાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે.

Gujarat Rajkot
Untitled 58 કુવાડવામાં તસ્કરોએ એક સાથે એક ડઝન દુકાનમાં હાથફેરો કર્યો

રાજકોટ આમ તો રંગીલુ શહેર તરીકે જાણીતું છે . તેમ છ્તા  હવે શહેરમાં  રોજ  ગુનાખોરીના કેસ વધતાં  જોવા મળી રહ્યા છે  . ત્યારે જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં શહેરની ભાગોળે અમદાવાદ હાઇ-વે પર આવેલા કુવાડવામાં તસ્કરોએ માત્ર એક કલાકમાં જ એક સાથે 12 જેટલી દુકાનના શટરના તાળા તોડી હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે . તસ્કરોએ એક ડઝન દુકાનમાં ચોરી કર્યાની પોલીસમાં જાણ થતા ક્રાઇમ બ્રાન્ચ અને કુવાડવા પોલીસ સ્ટાફ દ્વારા તપાસ હાથધરી છે.

આ પણ વાંચો ;National / PM મોદીએ એક મહિનામાં બીજી વખત કાશીને આપી મોટી ભેટ, 2100 કરોડના પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન

મળતી માહિતી મુજબ કુવાડવા ગામમાં દુકાન ધરાવતા સામાજીક કાર્યકર દેવીકાબેન મનોજભાઇ મહેતાએ કુવાડવામાં એક સાથે 12 જેટલી દુકાનમાં ચોરી થયાની પોલીસમાં જાણ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ તેમજ કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એન.એન.ચુડાસમા અને હિતેશભાઇ ગઢવી સહિતના સ્ટાફ કુવાડવા ખાતે દોડી ગયા હતા.

આ પણ વાંચો ;અમરેલી / કુકાવાવ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, માતાપિતા સહિત બાળકીનું મોત

તસ્કરોએ ગતરાતે બે થી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ત્રણ થી ચાર જેટલા તસ્કરોએ એક સાથે 12 દુકાનના તાડા તોડી પરચુરણ માલ-સામાન અને રોકડની ચોરી થયાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવ્યું છે. જકોટના કુવાડવા વિસ્તારમાં રાત્રીના બે થી ત્રણ વાગ્યા આસપાસ ત્રણથી ચાર તસ્કરો ત્રાટકયા હતાં અને મુખ્ય બજારની ચાર દૂકાનો તથા લુહાર ચાલીમાં આવેલી આઠ જેટલી દૂકાનોમાં શટર ઉંચકાવી તો કોઈકના તાળા તથા જુના દરવાજા તોડી નાખી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતોપોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ચોરીનો ભેદ ઉકેલવા કવાયત હાથધરી છે.