Not Set/ રાજકોટ/ ચા ના વ્યાપારીનો પુત્ર CA ફાઇનલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે 

સૌ કોઇ જાણતા હોઇ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી ખૂબ જ કપરી હોય છે. જ્યારે તેનું પરીણામ ફકત 10-15 ટકા આવતું હોય  છે. લોકો ઘણાબધા પ્રયાસો અને ઘણી મહેનત પછી તેની ડિગ્રી મેળવામાં  સફળ થતાં હોય છે. જ્યારે તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટના પરીક્ષાર્થી રૈવત શાહ તેમાં […]

Gujarat Rajkot
ca રાજકોટ/ ચા ના વ્યાપારીનો પુત્ર CA ફાઇનલમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે 
સૌ કોઇ જાણતા હોઇ છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી મેળવી ખૂબ જ કપરી હોય છે. જ્યારે તેનું પરીણામ ફકત 10-15 ટકા આવતું હોય  છે. લોકો ઘણાબધા પ્રયાસો અને ઘણી મહેનત પછી તેની ડિગ્રી મેળવામાં  સફળ થતાં હોય છે. જ્યારે તાજેતરમાં જ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષાનું પરીણામ જાહેર થયું છે.
ત્યારે રાજકોટના પરીક્ષાર્થી રૈવત શાહ તેમાં પ્રથમ પ્રયાસમાં જ 531 માર્કસ મેળવી આખા સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમ પર ઉતીર્ણ થયા છે. તેમની નેશનલ રેન્ક 23 આવ્યો છે. ભારતભરના હજારો પરીક્ષાર્થીઓ વચ્ચે રાજકોટનો યુવાન ખુબ સરસ ક્રમાંક મેળવી લાવ્યો છે અને શહેર તથા પરીવારનું ગૌરવ વધાર્યુ છે.
મંતવ્ય સાથેની વાતચીતમાં પરીક્ષાર્થી (રૈવત શાહે ) એ જણાવ્યું હતું કે, છેલ્લા 4 મહિનાથી 8 થી 10 કલાક મહેનત કરતો હતો. વધુમાં જો કે છેલ્લા બે મહિના હુ 12 થી 14 કલાક વાંચન કરતો હતો. પરિણામ મને મળ્યુ છે. સાથે જ સાથે મમ્મી પપ્પા અને પરિવારનો સાથ સહકાર મળ્યો હતો. ત્યારે આટલી મહેનત કરી પરિવારનું નામ રોશન કર્યુ છે. વ્યાપારી પરીવારમાંથી આવતા હોવા છતાં પણ ભણતરનું મહત્વ સમજતા યુવાને સી.એ.ની પરીક્ષામાં કાઠું કાઢયું છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.