Retirement/ શ્રીલંકાનાં આ સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યુ Bye Bye

શ્રીલંકાનાં 30 વર્ષીય ડાબોડી બેટ્સમેન ભાનુકા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજપક્ષેએ ક્રિકેટ પ્રશાસનને પોતાનો નિવૃત્તિ પત્ર સોંપી દીધો છે.

Sports
ભાનુકા રાજપક્ષે

શ્રીલંકાનાં 30 વર્ષીય ડાબોડી બેટ્સમેન ભાનુકા રાજપક્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે રાજપક્ષેએ ક્રિકેટ પ્રશાસનને પોતાનો નિવૃત્તિ પત્ર સોંપી દીધો છે. ESPN નાં એક અહેવાલ અનુસાર, શ્રીલંકા ક્રિકેટ (SLC) ને સુપરત કરેલા પત્રમાં રાજપક્ષેએ નિવૃત્તિનું કારણ કૌટુંબિક જવાબદારીઓ ગણાવી છે. ભાનુકા રાજપક્ષે શ્રીલંકાની ટીમ માટે 5 વન-ડે અને 18 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

આ પણ વાંચો – Political / કર્ણાટક કોંગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષનો કટાક્ષ- જો PM મોદી અને કેન્દ્રિય મંત્રીઓ રેલી કરી શકે તો અમે કેમ નહી?

શ્રીલંકન ખેલાડી રાજપક્ષેએ કહ્યું, “મેં એક ખેલાડી, પતિ તરીકે મારી સ્થિતિને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લીધી છે અને હું પિતા તરીકેની જવાબદારીઓ અને પારિવારિક જવાબદારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લઈ રહ્યો છું.” રાજપક્ષેએ 5 ઓક્ટોબર 2019નાં રોજ પાકિસ્તાન વિરુદ્ધ T20 મુકાબલાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે શ્રીલંકા માટે પાંચ ODI અને 18 T20 ઈન્ટરનેશનલ મેચ રમી, જેમાં તેના નામે કુલ 409 રન છે. રાજપક્ષે 27 મહિનામાં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત લાવ્યો છે. રાજપક્ષે UAE અને ઓમાનમાં રમાઇ ગયેલી ICC T20 વર્લ્ડકપ 2021 માં શ્રીલંકાની ટીમનો એક ભાગ હતો. આ ટૂર્નામેન્ટમં તેણે કુલ 8 મેચોમાં 155 રન બનાવ્યા હતા. તે શ્રીલંકા માટે સૌથી વધુ રનનાં મામલે ત્રીજા નંબરે હતો.

આ પણ વાંચો – લોકપ્રિયતાને પૂરવાર / દેશના તમામ સાંસદોમાં સૌથી પ્રભાવશાળી છે પાટીલ, ફેમ ઇન્ડિયાના સર્વેમાં સામે આવ્યો પાટીલનો પાવર

આપને જણાવી દઇએ કે, તાજેતરમાં જ શ્રીલંકાનાં બોર્ડે યો-યો ટેસ્ટની જગ્યાએ એક નવો ફિટનેસ ટેસ્ટ લાગુ કર્યો હતો, જેમાં બે કિલોમીટર રનિંગ ટેસ્ટનો સમાવેશ થાય છે. ક્રિકેટ ટેકનિકલ સલાહકાર સમિતિની સલાહ પર તેનો સમય 8.35 મિનિટથી વધારીને 8.55 મિનિટ કરવામાં આવ્યો હતો. જોકે, શ્રીલંકાનાં પસંદગીકારો ઈચ્છે છે કે રાષ્ટ્રીય ખેલાડીઓ બે કિલોમીટરની દોડ 8.10 મિનિટમાં પૂરી કરે. ફેરફારો પછી, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જે ખેલાડીઓ 8.35 મિનિટની અંદર રેસ પૂર્ણ કરશે તેઓ પસંદગી માટે પાત્ર હશે, પરંતુ જ્યાં સુધી તેઓ નિર્ધારિત સમયની અંદર લક્ષ્ય સુધી પહોંચે નહીં ત્યાં સુધી શ્રીલંકા બોર્ડ તેમના વાર્ષિક કરારની અમુક ટકાવારી ફી તેમની પાસે જ રાખશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકાનું પ્રદર્શન સારું નથી રહ્યું. અનુભવી ખેલાડીઓની નિવૃત્તિ બાદ ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી રહી છે. ટીમ સંપૂર્ણ રીતે એકસાથે રમી શકતી નથી અને તેમને સતત વિવાદોનો સામનો કરવો પડે છે.