નિર્ણય/ રાજ્ય સરકારે મા-કાર્ડની મુદતમાં વધારો કર્યો

મા-કાર્ડની મુદત જે નાગરિકોની સમાપ્ત થઇ છે તેના માટે સારા સમાચાર છે.

Gujarat
maa yojana રાજ્ય સરકારે મા-કાર્ડની મુદતમાં વધારો કર્યો

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ભયાવહ છે.કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે.રાજ્યમાં કોરોના કેસોમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારે મા-કાર્ડનો ઉપયોગ ખાનગી હોસ્પિટલમાં પણ કરી શકાશે એવી જાહેરાત કરી હતી અને હવે બીજી મહત્વની જાહેરાત એ કરી છે કે મા-કાર્ડની મુદત 30 જૂન સુધી વધારી દીધી છે.

રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે એક ટ્રીટ કરીને આ જાહેરાત કરી હતી.તેમણે કહ્યું હતું કે જે નાગરિકાના મા-કાર્ડની મુદત 31મી માર્ચે સમાપ્ત થઇ ગઇ છે તેમની મુદ્દત 30 જૂન સુધી લંબાવવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યમાં સ્થિતિ અતિ ગંભીર હોવાથી કોરોનાની લડાઇમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો હોસ્પિટલ ખર્ચની ચિંતા ના કરે એ માટે બે દિવસ પહેલા જ મા-કાર્ડ હશે તે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકે છે અને આજે જે નાગરિકોની કાર્ડ મુદત પુરી થઇ છે તેમની કાર્ડની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે.