Patan/ પાટણના અઘાર ગામની સીમમાં સ્ટેટ મોનેટરીંગ સેલે રેડ પાડી 9 જુગારીઓ પકડ્યા

પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં જુગાર ધામ જડ્પાયું છે માહિતી અનુસાર પાટણ તાલુકાના અઘાર ગામની સીમમા ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસે રેડ કરીને રોકડ રકમ અને મુદ્દા માલ સહિત કુલ 9 જુગારીઓને પકડીને તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Top Stories Gujarat Breaking News
Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 05 30T115705.745 પાટણના અઘાર ગામની સીમમાં સ્ટેટ મોનેટરીંગ સેલે રેડ પાડી 9 જુગારીઓ પકડ્યા

@પ્રવીણ દરજી

Patan News: પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં જુગાર ધામ જડ્પાયું છે માહિતી અનુસાર પાટણ તાલુકાના અઘાર ગામની સીમમા ગાંધીનગરથી આવેલી સ્ટેટ મોનિટરિંગ સેલની પોલીસે રેડ કરીને રોકડ રકમ અને મુદ્દા માલ સહિત કુલ 9 જુગારીઓને પકડીને તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ સેલ ની પોલીસને બાતમી મળતા પાટણ તાલુકાના અઘાર ગામની સીમમાં રેડ કરવામાં આવી હતી.

જ્યાં જુગાર રમી રહેલા વિક્રમભાઈ મદારજીભાઈ ઠાકોર વહેરામ ચકલા પાટણ, ખેંગારજી ગેમજી ઠાકોર રહે સોપરીયાવાસ કુણઘેર પાટણ, સ્વામી દિપેશ મણિલાલ રહે વેરાઈ ચકલા પાટણ, શ્રીમાળી લક્ષ્મીચંદ શંકરલાલ રહે રામાપીરના મંદિર પાસે રાજપુર ચાર રસ્તા ડીસા, મીર અનવર મગનભાઈ રહે ખાન સરોવર પાણીના ફિલ્ટર સામે,સૈયદ ઇદ્રીશ રસુલભાઈ રહે વનાગવાડો પાટણ, ઠાકોર પ્રહલાદજી ઉમાજી રહે બસ સ્ટેન્ડ ની બાજુમાં વાગડોદ, દવે ભાવિન મનુભાઈ રહે ચાચરીયા ચોક પાટણ અને પઠાણ હબીબુલ્લા સમુલ્લા રહે ઈકબાલ ચોક રકતાવર પાટણ વાળાના નામ સામે આવ્યા હતા જુગાર સ્થાને 27,150 રોકડ 7 નંગ મોબાઈલ એક વાહન સહિત 94,650 રૂપિયાના મુદ્દા માલ સાથે પકડી લઈ તેવો વિરુદ્ધ સરસ્વતી પોલીસ મથકમાં જુગારધારા અધિનિયમ હેઠળ ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પાલનપુરમાં કારમાં પુરાઈ જતાં 5 વર્ષના બાળકનું થયું મોત

 આ પણ વાંચો:રાજ્યમાં આગામી 3 દિવસ વંટોળની શક્યતા, ગરમીથી થશે રાહત!

આ પણ વાંચો:રાજકોટ અગ્નિકાંડને લઈ તપાસ તેજ, DGP અધિકારીઓની પૂછપરછ કરશે