ગુજરાત/ રાજ્યના પોલીસ તંત્રને ગૃહમંત્રી હર્ષ સંઘવીની દુરંદેશી નજરનો મળશે લાભ

નિચલી કેડરના મોટાભાગના પોલીસ કર્મચારીઓને મળ્યા પ્રમોશન. હવે ઉચ્ચ અધિકારીઓનો વારો

Mantavya Exclusive
હર્ષ સંઘવી

ટાઢ હોય તકડો હોય કે હોય ચોમાસું સતત એલર્ટ રહેતા પોલીસતંત્રને પણ પોતાની કેટલીક મુશ્કેલીઓ હોય છે. વાર તહેવાર જોયા વિના સતત લોકોની સેવામાં કાર્યરત રાજ્યના પોલીસ વિભાગ માટે ગૃહમંત્રી હર્ષ સંઘવી એ ચાર્જ સંભાળતાં જ તેમના ઉત્થાન માટે ભગીરથ પ્રયાસો શરૂ કર્યા છે. પોલીસતંત્ર પર તેની દુરોગામી અસરો જોવા મળી રહી છે. અને એ પણ સ્પષ્ટ છે કે રાજ્યના પોલીસ તંત્રને ગૃહમંત્રી હર્ષ સંઘવીની દુરંદેશી નજરનો પણ લાભ મળશે.

આ પણ વાંચો :સુરતમાં સગા બાપે 8 કલાકમાં કિશોરી પર બે વખત આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો

a 157 રાજ્યના પોલીસ તંત્રને ગૃહમંત્રી હર્ષ સંઘવીની દુરંદેશી નજરનો મળશે લાભ

આપને જણાવી દઇએ કે રાજ્યમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓના પ્રમોશનનો મામલો છેલ્લા કેટલાય સમયથી ટલ્લે ચઢ્યો હતો. નાના મોટા પોલીસ કર્મચારીઓના ઘણા સમયથી પ્રમોશન થયા ન હતા. ગૃહમંત્રી હર્ષસંઘવીએ તેની ગંભીરતાથી નોધ લઇને આવા પોલીસ કર્મચારીઓના પ્રમોશનનો પ્રશ્ન હાથ પર લીધો છે. અને તેના પર કામ પણ ચાલું થઇ ગયુ છે.

a 158 રાજ્યના પોલીસ તંત્રને ગૃહમંત્રી હર્ષ સંઘવીની દુરંદેશી નજરનો મળશે લાભ

ગૃહમંત્રી હર્ષ સંઘવીની નજરમાં પોલીસના ઉચ્ચ અને નાના કર્મચારીઓ સૌ કોઇ સમાન છે. તેઓ તમામને સમાન દ્રષ્ટિથી જોઇ રહ્યા છે અને તેને સમજી પણ રહ્યા છે. અને એટલા માટે જ સૌથી પહેલાં દિવાળીના સમયે રાજ્યના દરેક શહેર અને જીલ્લામાં પોલીસતંત્રમાં પ્રમોશનની વણઝાર આવી. આ વણઝારમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલને પ્રમોશન આપવામાં આવ્યા. જેઓ હેડકોન્સ્ટેબલ હતા તેમને ASIના પ્રમોશન અપાયા. આવુ એક નહી દરેક જીલ્લામાં કરવામાં આવ્યું.

આ પણ વાંચો :  રાજ્યમાં વધુ એક બાળક ત્યજી દેવાનો કિસ્સો, નડિયાદમાં અનાથશ્રમ બહાર મળ્યું નવજાત

a 159 રાજ્યના પોલીસ તંત્રને ગૃહમંત્રી હર્ષ સંઘવીની દુરંદેશી નજરનો મળશે લાભ

આ તમામ પ્રમોશનમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પરદા પાછળ રહીને તેમનો રોલ પ્લે કર્યો. તહેવારના સમયે નાના પોલીસ કર્મચારીઓને પણ સારા સમાચાર મળે તેવું માનતા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસતંત્રની નિચલી કેડરના કર્મચારીઓને પ્રમોશન આપીને તેમની દિવાળી સુધારી દીધી. છેલ્લા ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઇને બેઠેલા આવા કર્મચારીઓમાં ગૃહમંત્રીના આ પગલાંથી એક નવો જોશ ઉમેરાયો. નાના કર્મચારીઓને મળેલી આ ભેટસોગાદો બાદ હવે પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને પ્રમોશનનું કામ ગૃહમંત્રીએ હાથમાં લીધુ છે. ખુબ ટુંકા સમયમાં પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓને પણ નવા વર્ષની ભેટ મળે તેવી શક્યતા છે.

આ પણ વાંચો :અભ્યાસ માત્ર 12 પાસ અને બન્યો તબીબ, 42 હજારના મુદ્દામાલ સાથે ‘મુન્નાભાઈ’ની ધરપકડ

આ પણ વાંચો : રાજયમાં ડિસેમ્બરથી ધો-1થી 5ના વર્ગો શરૂ થશે કે નહીં તે અંગે જાણો શિક્ષણમંત્રીએ શું નિવેદન આપ્યું

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના ટીંબા ગામે નરાધમે યુવતી પર બળાત્કાર બાદ વેલનાથ સમાજની યુવતીએ આત્મહત્યા કરી લેતા ચકચાર