Gujarat/ રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં ગરમીના પ્રકોપથી રાહત આગામી ત્રણ દિવસ રાહત મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત મળશે. તાપમામનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

Top Stories Ahmedabad Gujarat
meteorological

ગુજરાતમાં ગરમીના પ્રકોપથી રાહત આગામી ત્રણ દિવસ રાહત મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી ગરમીના પ્રકોપથી મળશે આંશિક રાહત મળશે. તાપમામનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પવનોની દિશા બદલાતા અને પવનની ગતિ વધતા ગરમીથી આંશિક રાહત મળશે. આ સાથે એમ પણ કહેવાયું છે કે રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી પણ ત્રણ દિવસ બાદ ગરમીમાં ફરીથી વધારો થશે.

અમદાવાદમાં સતત ત્રણ દિવસથી 42 ડિગ્રી કરતા વધારે ગરમી પડી રહી છે. આ ઉપરાંત વડોદરા, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ટોર્ચર સતત લોકોને પરેશાન કરી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સૂમસામ બને છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાછલા એક અઠવાડિયાથી પ્રચંડ ગરમી પડી રહી છે.હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. એ જોતાં અહીં લોકોએ વધુ સાવચેત રહેવું પડશે. જોકે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આજથી લોકોને આકરી ગરમીમાંથી નજીવી પણ રાહત મળી શકે છે અને તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો:દેશમાં કોરોનાના આજે નવા 1033 કેસ,43 દર્દીઓના મોત,સક્રીય કેસમાં પણ નોંધપાત્ર ઘટાડો

આ પણ વાંચો: વિશ્વ સ્વાસ્થ્ય દિવસ પર PM મોદીએ આપી શુભકામના,સરકારની સસ્તી સેવાઓએ લોકોની બચત કરાવી

આ પણ વાંચો:કાશ્મીરમાં 120 આતંકવાદીઓ ઘૂસપેઠ કરવાની તૈયારીમાં,LOC પર એલર્ટ