નિવેદન/ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે ઈસ્લામ પર આપ્યું આ નિવેદન,થઇ રહી છે ચર્ચા..

‘અમે ઇસ્લામના વાસ્તવિક શિક્ષણ તરફ પાછા ફરી રહ્યા છીએ. આ પયગંબરે બતાવેલ માર્ગ છે અને આ જ માર્ગ ચાર ખલીફાઓએ અપનાવ્યો હતો.

Top Stories World
1 10 સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સે ઈસ્લામ પર આપ્યું આ નિવેદન,થઇ રહી છે ચર્ચા..

સાઉદી અરેબિયાના  પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું છે કે તેઓ ઉદારવાદી ઇસ્લામ શબ્દનો ઉપયોગ કરતા નથી કારણ કે તે ઉગ્રવાદીઓને ખુશ કરે છે. તેમણે કહ્યું કે જો આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ તો એવું લાગે છે કે સાઉદી અરેબિયા અને અન્ય મુસ્લિમ દેશોમાં ઈસ્લામને બદલવામાં આવી રહ્યો છે.સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને અમેરિકન મેગેઝિન ‘ધ એટલાન્ટિક’ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી

ક્રાઉન પ્રિન્સને પૂછવામાં આવ્યું કે શું તેઓ માને છે કે સાઉદી અરેબિયામાં હવે જે ઉદાર ઇસ્લામનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે તે સંપૂર્ણપણે અલગ છે. જવાબમાં તેણે કહ્યું, ‘હું લિબરલ ઇસ્લામ શબ્દનો ઉપયોગ કરતો નથી. તેનાથી ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓ ખુશ થાય છે. જો આપણે આ શબ્દનો ઉપયોગ કરીએ તો એવું લાગે છે કે સાઉદી અરેબિયા અને અન્ય મુસ્લિમ દેશોમાં ઇસ્લામ બદલવામાં આવી રહ્યો છે જે સાચું નથી.

તેમણે આગળ કહ્યું, ‘અમે ઇસ્લામના વાસ્તવિક શિક્ષણ તરફ પાછા ફરી રહ્યા છીએ. આ પયગંબરે બતાવેલ માર્ગ છે અને આ જ માર્ગ ચાર ખલીફાઓએ અપનાવ્યો હતો. આ મુક્ત અને શાંતિપૂર્ણ સમાજનો માર્ગ છે. તેના શાસનમાં ખ્રિસ્તીઓ અને યહૂદીઓ પણ સાથે રહેતા હતા. તેમણે આપણને બધી સંસ્કૃતિઓ અને ધર્મોનું સન્માન કરવાનું શીખવ્યું છે. આ સાચો રસ્તો છે અને અમે તે તરફ પાછા જઈ રહ્યા છીએ.