હત્યા/ છેલ્લા આઠ વર્ષમાં થયેલી હત્યાના આંકડા જાહેર, સુરતમાં સૌથી વધુ હત્યા …

છેલ્લા કેટલાક વર્ષોમાં અહિંસાના પુજારી એવા ગાંધીના ગુજરાત રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈ સવાલો ઉઠી રહ્યા છે.

Top Stories Gujarat Others
Untitled 60 છેલ્લા આઠ વર્ષમાં થયેલી હત્યાના આંકડા જાહેર, સુરતમાં સૌથી વધુ હત્યા ...

છેલ્લા કેટલાક વર્ષોમાં અહિંસાના પુજારી એવા ગાંધીના ગુજરાત રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે.ત્યારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાનેલાઈ સવાલો ઉઠી રહ્યા છે. તો વધુમા ટીવી અને ફિલ્મોમાં અને કેટલીક ટીવી સીરીયલોમાં પણ ગુના કેવી રેતે બને છે તે દર્શાવવામાં આવતું હોય છે. જે વ્યક્તિના માનસપટલ પર ખરાબ અસરો ઉભી કરે છે. અને સમાજમાં ગુનાખોરીનું પ્રમાણ આધારે છે.  હાલમાં  સુરત ખાતે ગ્રીષ્માની હત્યાએ આખા ગુજરાતને હચમચાવીને મુક્યું છે. ત્યારે ગુજરાત આજ રોજ મળેલી કેબીનેટની બેઠકમાં પણ આ અંગે ચર્ચા થઇ હતી. અને રાજ્ય ગૃહમંત્રીએ છેલ્લા આઠ વર્ષમાં રાજ્યના મહાનગરોમાં બનેલી હત્યાની ઘટનાના આંકડા પણ જાહેર કર્યા હતા.

અમરેલીમાં નિવૃત્ત પીઆઈએ પુત્રવધૂની હત્યા કર્યાનો ઘટસ્ફોટ

જાહેર કરાયેલા આંકડા અનુસાર હત્યા મામલે સુરત ઔથી ઉપર છે. સુરત ખાતે હત્યા અને ગુનાખોરીનું પ્રમાણ સૌથી વધુ રહ્યું છે.  છેલ્લા આઠ વર્ષમાં કુલ ૧૧૬ જેટલી હત્યાની ઘટના બની છે. જયારે બીજા નંબરે મહાનગર અમદાવાદનો વારો આવે છે. જ્યાં પણ હત્યા અને ગુનાખોરીનું પ્રમાણ વધુ છે.

વર્ષ 2015 થી 2022 જાન્યુઆરી અને ફેબ્રુ. મહિના માં મહાનગરો માં થયેલી હત્યા ના આંકડા

સુરત માં

2015 માં જાન્યુઆરી- ફેબ્રુઆરી માં મર્ડર13
2016 માં 19 મર્ડર
2017 માં 14
2018 માં 16
2019 માં 12
2020 માં 15
2021 માં 16
2022 માં 11

કુલ : 116

વડોદરા માં
2015 માં 2
2016 માં 1
2017 માં 1
2018 માં 3
2019 માં 2
2020 માં 2
2021 માં 4
2022 માં 2

કુલ : 17

અમદાવાદ માં
2015 માં 14
2016 માં 10
2017 માં 14
2018 માં 20
2019 માં 14
2020 માં 15
2021 માં 11
2022 માં 10

કુલ 108

રાજકોટ
2015 માં 3
2016 માં 9
2017 માં 7
2018 માં 7
2019 માં 7
2020માં 4
2021 માં 5
2022 માં 3

કુલ 45