Stock Market/ શેરબજારે આજે રેકોર્ડ બ્રેક 46,000ની સપાટી વટાવી, 400 પોઇન્ટનો ઉછાળો

કોરોના વેક્સિનેશન કામગીરી વિશ્વના અન્ય દેશો ઉપરાંત ભારતમાં કામગીરી શરૂ થયા બાદ અત્યાર સુધી નરમ રૂખ દેખાડી રહેલું શેરબજાર એકાએક તેજીના દોરમાં ઐહાસિક સપાટી પર  પહોચવા

Business
stock market શેરબજારે આજે રેકોર્ડ બ્રેક 46,000ની સપાટી વટાવી, 400 પોઇન્ટનો ઉછાળો

કોરોના વેક્સિનેશન કામગીરી વિશ્વના અન્ય દેશો ઉપરાંત ભારતમાં કામગીરી શરૂ થયા બાદ અત્યાર સુધી નરમ રૂખ દેખાડી રહેલું શેરબજાર એકાએક તેજીના દોરમાં ઐહાસિક સપાટી પર  પહોચવા સાથે ઇતિહાસ બનાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આજે સેન્સેક્સ વધુ એક વખત ઉંચકાયો હતો. અને 46000ની સપાટીને આંબી ગયો હતો. એચડીએફસી બેંક-રિલાયન્સ જેવા કેટલાક હેવીવેઇટ શેરોના જોરે તેજી આગળ ધપતી રહી હતી.શેરબજારમાં આજે તેજીનું માનસ બની રહ્યું હતું. વિશ્ર્વબજારના પ્રોત્સાહક અહેવાલો તથા પોઝીટીવ સેન્ટીમેન્ટનો સાનુકુળ પડઘો પડી રહ્યો હતો.

Forbes / ફોર્બ્સ 2020ની સૌથી શક્તિશાળી મહિલાઓમાં નાણામંત્રીનો થયો સમા…

લન્ડન બાદ ભારતમાં પણ કોરોના વેકિસનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી જવાથી તેમજ કોરોના વેક્સિનનું ટ્રાયલ સફળ થઈ રહ્યું હોવાની સારી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પણ ધારણા કરતા વધુ ઝડપભેર ધબકતુ થવા લાગ્યું છે.કોરોના વેકિસનનો ઉપયોગ શરુ થઇ ગયા બાદ અર્થતંત્ર વધુ સુધરવાનો આશાવાદ વ્યક્ત થયો હતો. સાનુકુળ માહોલ વચ્ચે વિદેશી નાણાં સંસ્થાઓની ધૂમ લેવાલી ચાલુ હોવાની સારી અસર હતી.

Stock Market Investing: Can We Expect A Market Correction Soon? | Forbes  India Blog

શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 10 દિવસમાં વિદેશી નાણાં સંસ્થાઓએ ભારતીય શેરબજારમાં 17000 કરોડનું રોકાણ કર્યું હોવાનો આંકડાકીય રીપોર્ટ પ્રાપ્ત થતા શેરબજારને ફરી એક વખત તેજીને ટેકો મળી ગયો હતો. નિષ્ણાતો વધુમાં જણાવે છે કે માર્કેટમાં લીકવીડીટીની તેજી છે. વિદેશી સંસ્થાઓની લેવાલી મુખ્ય કારણ છે. કરેકશનની આશંકાથી ટ્રેડરો-ઇન્વેસ્ટરો સાવધાની રાખવા લાગ્યા હોવા છતાં વિદેશી સંસ્થાઓની ખરીદીથી તેજી સડસડાટ કરતી આગળ ધપતી રહી છે. સામાન્ય રીતે કેલેન્ડર વર્ષના અંતિમ દિવસોમાં વિદેશી ઇન્વેસ્ટરો હોલીડે મૂડમાં આવીને વેપાર ઘટાડી નાખતા હોય છે. ટ્રેડરો હવેના વલણ પર મીટ માંડી રહ્યા છે.

Sher Bazaar – Net Dakiya News

શેરબજારમાં આજના નવા આંકડા આવ્યા પહેલા આજે મુખ્યત્વે બેંક, આઈટી, રીફાઈનરી તથા એફએમસીજી ક્ષેત્રના શેરો ઉંચકાતા તા. ઇન્ડીયન ઓઇલ, કોટક બેંક, આઈટીસી, ટીસીએસ, એશિયન પેઇન્ટસ, એચડીએફસી બેંક, હિન્દ લીવર, ઇન્ફોસીસ, આઈટીસી, મહીન્દ્ર નેસલે, પાવરગ્રીડ, રિલાયન્સ, યસ બેંક, પી.સી. જ્વેલર્સમાં ઉછાળો હતો. ભારતી એરટેલ, એચડીએફસી, મારુતિ, હિન્દાલકો, સિમેન્ટ વગેરે નબળા હતા.મુંબઈ શેરબજારના સેન્સીટીવ ઇન્ડેકસે 46000ની સપાટી કુદાવીને નવી ઉંચાઈ હાંસલ કરી હતી. ઉંચામાં 46081 થઇને 470 પોઇન્ટના ઉછાળાથી 46080 સાંપડયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 13526ની નવી ઉંચાઈએ પહોંચ્યો હતો. અને 130 પોઇન્ટના ઉછાળાથી 15523 હતો. બેંક નિફટી 400 પોઇન્ટ તથા મીડકેપ ઇન્ડેક્સ 160 પોઇન્ટ ઉંચકાયો હતો.

survey: રાજકોટમાં કોરોના વેક્સિનેશન માટે મનપાની ટીમનો ડોર ટુ ડોર સર્…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…