Stock Market/ શેરબજારમાં આજે શાનદાર શરૂઆત જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્ય ઉછાળો

શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શાનદાર શરૂઆત જોવા મળી. બજાર ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો.

Top Stories Business
YouTube Thumbnail 52 1 શેરબજારમાં આજે શાનદાર શરૂઆત જોવા મળી, સેન્સેક્સ અને નિફ્ટીમાં જોવા મળ્ય ઉછાળો

શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે શાનદાર શરૂઆત જોવા મળી. બજાર ખૂલતા જ સેન્સેક્સ અને નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો. આ સપ્તાહે વચગાળાનું બજેટ જાહેર થવા જઈ રહ્યું છે. બજેટમાં સંભવિત ઘોષણાને લઈને  બજાર પર અસર જોવા મળી રહી છે. સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે અને દેશનું બજેટ 1 ફેબ્રુઆરી, 2024ના રોજ રજૂ કરવામાં આવશે.

આજે સવારે 9.30 વાગ્યે સેન્સેક્સ 180.95 પોઈન્ટ અથવા 0.85 ટકાના ઉછાળા સાથે 21,533 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સ 552.80 પોઈન્ટ અથવા 0.78 ટકાના વધારા સાથે 71,253 પર પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટીએ ફરી એકવાર 21500ની સપાટી વટાવી છે. નિફ્ટીના 50 શેરોમાંથી 40 શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે અને 10 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

BSE સેન્સેક્સના 30 માંથી 25 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે અને માત્ર 5 શેરો એવા છે જે ઘટી રહેલી રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે. વધતા શેરોમાં સન ફાર્મા 2.55 ટકા વધીને ટોપ ગેઇનર રહ્યો હતો. એનટીપીસીમાં 1.72 ટકા અને પાવર ગ્રીડમાં 1.63 ટકાનો વધારો થયો છે. કોટક મહિન્દ્રા બેન્ક 1.59 ટકા અને એક્સિસ બેન્ક પણ 1.52 ટકા ઉછળી રહી છે. આજે BSE સેન્સેક્સ 122.84 પોઈન્ટ અથવા 0.17 ટકાના વધારા સાથે 70823 ના સ્તર પર આગળ વધી રહ્યો હતો. પ્રી-ઓપનિંગમાં NSE નો નિફ્ટી 45.90 પોઈન્ટ અથવા 0.21 ટકા વધીને 21398 ના સ્તર પર હતો.

ભારતીય શેરબજારમાં મ્યુચ્યુઅલ ફંડનું આકર્ષણ સતત વધી રહ્યું છે. વૈશ્વિક મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ભંડોળના પ્રવાહનો ડેટા આ તરફ નિર્દેશ કરે છે. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે ઈન્ડિયા ડેડિકેટેડ ફંડને જંગી રોકાણ મળ્યું હતું. શેરબજારમાં મ્યુચ્યુ ફંડ અને આઈપીઓમાં રોકાણકારોનો રસ વધ્યો છે. છેલ્લા ઘણા વર્ષોથી વિશ્વની અન્ય મોટી અર્થવ્યવસ્થાઓની તુલનામાં ભારતીય અર્થવ્યવસ્થા સૌથી ઝડપી વિકાસ કરી રહી છે. આગામી વર્ષોમાં ભારતીય અર્થવ્યવસ્થા વધુ ટોચ પર જોવા મળી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: