children/ કોરોનાના કહેર વચ્ચે દાદા-દાદીની વાર્તાઓ પરત ફરી

દાદા-દાદીએ દીકરાને હીંમત આપી કે આપણે સાૈએ સાથે મળી કોરોના સામે લડવાનું છે

Others
grabd કોરોનાના કહેર વચ્ચે દાદા-દાદીની વાર્તાઓ પરત ફરી

કોરોનાની ઝપેટમાં સમગ્ર વિશ્વ હચમચી ગયુ છે. ત્યારે તેમાં સાૈથી વધારે અસર બાળકોને થઇ રહી છે. આ વખતે કોરોનાના સકંજામાં બાળકો આવ્યા છે. જેના કારણે પરીવાર પણ પોતાના બાળકોને લઇને વધુ સજાગ બન્યા છે. એક બાજુ કોરોના અને બીજી બાજુ બાળકોને લોકડાઉન જેવા માહોલની અસર. હવે બાળકો જાય તો જાય ક્યાં જેવી સ્થિતી સર્જાઇ છે.

બાળકો  મિત્રો સાથે રમવા જવાની જીદ કરે છે. ઓનલાઇન વાતો કરીને મિત્રો સાથે મળવાનો પ્લાન પણ બનાવે છે

મિત્રો સાથે રમવા જઇ શકતા નથી. ઘરમાં અભ્યાસ પુર્ણ કર્યા પછી, ટીવી જોઇને કંટાળી ગયા છે. હવે તો જે બાળકો ચોવીસ કલાક મોબાઇલની જીદ કરતા હતા, એ જ બાળકો  મિત્રો સાથે રમવા જવાની જીદ કરે છે. ઓનલાઇન વાતો કરીને મિત્રો સાથે મળવાનો પ્લાન પણ બનાવે છે. પરંતુ પરીવાર કોરોનાની પરિસ્થિતીને સારી રીતે જાણે છે માટે થોડો સમય સાચવી લેવાનું વધુ હીતાવહ માને છે. આવા સમયે માત્રને માત્ર દાદા-દાદીની વાર્તાઓ જ ઉપયોગમાં આવી રહી છે.

હવે તો જે બાળકો ચોવીસ કલાક મોબાઇલની જીદ કરતા હતા

પરીવારના વડીલ વ્યક્તિઓ બાળકોને કેવી રીતે સાચવવા સારી રીતે જાણતા હોય છે. આર્યન પંડીતની વાત કરીએ તો તેના માતા-પિતા ખુદ ડોક્ટર છે માટે તેમને તો દરેક સાવચેતી અને સજાગતાનું પહેલેથી જ જાણકારી છે. દાદા-દાદીના સહારે મુકીને જ તેઓ પોતાની ફરજ પર નિકળે છે.

દિકરા કોરોના નામનો એક રાક્ષસ હોય છે, જે દેશ પર ચઢાઇ કરે છે અને તેની સામે લડવા સમગ્ર દેશ એક થઇને જીવ જોખમમાં મુકે છે

ત્યારે આઠ વર્ષના આર્યના દાદી તેને સુંદર જુની રમતોની સાથે સરસ મજાની વાર્તા કહે છે, તેમાં ખાસ એક વાર્તાનો સમાવેશ કરે છે કે, દિકરા કોરોના નામનો એક રાક્ષસ હોય છે, જે દેશ પર ચઢાઇ કરે છે અને તેની સામે લડવા સમગ્ર દેશ એક થઇને જીવ જોખમમાં મુકે છે. કોરોના ઘણા લોકોનો જીવ લે છે. છતા સેનાપતિ, સૈનિકો, રાજા તેનાથી હાર નથી માનતા અને લડ્યા જ કરે છે.

આર્યનના દાદા-દાદીએ દીકરાને હીંમત આપી કે આપણે સાૈએ સાથે મળી કોરોના સામે લડવાનું છે

એક સય એવો આવે છે. જ્યારે કોરોના હારીને ચાલ્યો જાય છે પછી ફરી ક્યારેય પરત નથી ફરતો. અને આર્યન જોર જોરથી તાળી પાડે છે પોતાના મિત્રોને પણ આ વાર્તા કહે છે, આર્યનના દાદા-દાદીએ દીકરાને હીંમત આપી કે આપણે સાૈએ સાથે મળી કોરોના સામે લડવાનું છે. અને સરકારની ગાઇડલાઇનને અનુસરવાનું છે પછી કોરોના ધીમે-ધીમે નાબુદ થશે. કારણ કે આશા અમર છે.

બાળકોને માનસીક રીતે સક્ષમ બનાવવાનો સમય વડીલોનો છે અને તે પોતાના અનુભવના આધારે શક્ય કરી શકે છે. અને આજે તો અનેક પરીવારોમાં દાદા-દાદીની વાર્તાઓની અસર થઇ રહી છે.