Central GST/ સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જીએસટી એક્ટ હેઠળ નોટીસ મોકલી ધરપકડ કરાયેલાઓનો ડેટા માંગ્યો

કોર્ટે કહ્યું કે લોકોને ધમકી આપીને પરેશાન કરવામાં આવે છે

Top Stories India
Beginners guide to 2024 05 03T193200.947 સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જીએસટી એક્ટ હેઠળ નોટીસ મોકલી ધરપકડ કરાયેલાઓનો ડેટા માંગ્યો

New Delhi : સુપ્રીમ કોર્ટે સરકાર પાસે જીએસટી એક્ટ હેઠળ નોટીસ મોકલી ધરપકડ કરાયેલાઓનો ડેટા માંગ્યો

કોર્ટે કહ્યું કે લોકોને ધમકી આપીને પરેશાન કરવામાં આવે છે

સુપ્રીમ કોર્ટે સરકારને ગુડ્સ એન્ડ  સર્વિસ ટેક્સ એક્ટ અંતર્ગત નોટીસ ઈશ્યુ કરીને  ધરપકડ કરાયેલાઓનો ડેટા માંગ્યો છે. 3 મેના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે તે નાગરિકોની સ્વતંત્રતાને છીનવીને તેમને પરેશાન કરવાથી બચાવવા માટે દિશા નિર્દેશ નક્કી કરી શકે ચે.

જસ્ટીસ સંજીવ ખન્ના, એમએમ સુંદરેશ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે જીએસટી એક્ટ, કસ્ટમ એક્ટ અને પીએમએલએના પ્રાવધાનોને પડકારતી 281 અરજીઓ પર સુનાવણી કરી રહી છે. બેન્ચે  જીએસટી એક્ટની કલમ 69માં ધરપકડની શક્તિઓ પર સ્થિતી સ્પષ્ટ ન હોવા સંદર્ભે ચિંતા વ્યક્ત કરી હતી.

કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે તમામ મામલામાં લોકોને જેલમાં મોકલી શકાતા નથી. જરૂર પડે આઝાદીને મજબૂત કરવા માટે કાનૂનમાં સુધાર, પરંતુ જનતાને પરેશાન ન થવા દઈ શકીએ.

અરજકર્તાઓ તરફથી હાજર સીનીયર એડવોકેટ સિધ્ધાર્થ લુથરાએ કહ્યું કે જીએસટી એક્ટ હેઠળ અધિકારીઓ પોતાની શક્તિનો દુરૂપયોગ કરે છે. ધરપકડ નથી કરાતી પરંતુ લોકોને નોટીસ ઈશ્યુ કરીને ધરપકડની ધમકી આપવામાં આવે છે.

તેના પર જસ્ટીસ ખન્ના, એમ એમ સુંદરેશ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે કેન્દ્ર તરફથી હાજર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું કે તમામ મામલામાં લોકોને જેલમાં ધકેલી ન શકાય. બેન્ચે કહ્યું કે છેતરપિંડીના કેસમાં અને અજાણતા થયેલી ભૂલની વચ્ચે અંતર હોવું જોઈએ.

કોર્ટે જીએસટી એક્ટની ધારા 69 માં ધરપકડની શક્તિઓ પર સ્થિતી સાફ ન હોવા પર ચિંતા વ્યક્ત કરી હતી. એડિ.સોલિસિટર જનરલ એસવી રાજૂએ કહ્યું કે તે સેન્ટ્ર જીએસટી એક્ટ અંતર્ગત નોટીસ અને ધરપકડથી સંકળાયેલા ડેટા એકઠા કરશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યોમાં સંબંધિત એવી માહિતી એકઠી કરવાનું મુશ્કેલ થશે, પરંતુ તે આગળની સુનાવણીના દિવસે બેન્ચના સવાલોના જવાબ આપવાનો પ્રયાસ કરશે. મામલાની હવે પછીની સુનાવણી 9 મેના રોજ થશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઝારખંડ હાઈકોર્ટથી હેમંત સોરેનને ઝટકો, ધરપકડને પડકારતી અરજી ફગાવી

આ પણ વાંચો:ડરો નહીં, ભાગો નહીં, રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઝંપલાવતા પીએમ મોદીનો પહેલો હુમલો

આ પણ વાંચો:લગ્ન થયા હોય કે ન થયા હોય, સહમતિથી સેક્સ કરવું ખોટું ન ગણી શકાય: દિલ્હી હાઈકોર્ટ

આ પણ વાંચો:કોંગ્રેસની મહત્વની જાહેરાત, અમેઠી લોકસભા બેઠક પરથી કિશોરી લાલ શર્મા લડશે ચૂંટણી