Supreme Court/ સુપ્રીમ કોર્ટમાં આજે મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ પર થશે સુનાવણી

ઉત્તર પ્રદેશના મથુરાની કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો.

Top Stories India
YouTube Thumbnail 51 1 સુપ્રીમ કોર્ટમાં આજે મથુરા કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદ પર થશે સુનાવણી

ઉત્તર પ્રદેશના મથુરાની કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. આ પહેલા સુપ્રીમ કોર્ટે શાહી ઈદગાહ મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કૃષ્ણ જન્મભૂમિ સર્વેક્ષણ પર અલ્હાબાદ હાઇકોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો અને સર્વે પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી જારી રહેશે પરંતુ કોર્ટ કમિશ્નરની નિયુક્તિ પર અંતરિમ રોક યથાવત રહેશે.

હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈને દાવો કર્યો છે કે શાહી ઇદગાહ મસ્જિદમાં કમળના આકારનો સ્તંભ છે. આ સ્તંભની નીચે હિંદુ ધાર્મિક પ્રતીકો અને કોતરણી પણ છે. એટલું જ નહીં, અહીં શેષનાગની તસવીર પણ છે. હિંદુ પરંપરામાં શેષનાગનું ભગવાન તરીકે પૂજન કરવામાં આવે છે. કારણ કે પ્રાચીન વેદ પુરાણ મુજબ શેષનાગે જ ભગવાન કૃષ્ણનો જન્મ સમયે બચાવ કર્યો હતો. આ જ બાબતના આધાર પર હિંદુ પક્ષ ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બની હોવાનું કહી રહ્યા છે. શાહી ઇદગાહ મસ્જિદમાં ઘણા હિંદુ ધાર્મિક પ્રતીકો છે, જે દર્શાવે છે કે આ મસ્જિદ હિંદુ ધાર્મિક સ્થળ પર બનાવવામાં આવી છે.

મથુરા મસ્જિદ કેસ: જ્ઞાનવાપી બાદ હવે લોકોની નજર આ જગ્યાઓ પર, આજે 2 કોર્ટમાં થશે સુનાવણી

હિન્દુ પક્ષનો દાવો છે કે શાહી ઇદગાહ મસ્જિદ હિન્દુ સમુદાયની છે અને હિન્દુ સમુદાયના લોકો ત્યાં પૂજા કરવાનો અધિકાર માંગી રહ્યા છે. હિન્દુ પક્ષનો દાવો છે કે શાહી ઇદગાહ મસ્જિદ ભગવાન કૃષ્ણના જન્મસ્થળ પર બનેલી છે. થોડા દિવસ પહેલા કરવામાં આવેલ સુનાવણીમાં કોર્ટે હાઈકોર્ટને કમિશ્નરના સર્વે પર બીજો આદેશ ના મળે ત્યાં સુધી સર્વે પર પ્રતિબંધ મૂકયો હતો. કોર્ટે સુનાવણીમાં કહ્યું હતુ કે હિન્દુ પક્ષની માગ સ્પષ્ટ નથી. 14 ડિસેમ્બરના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા કૃષ્ણ જન્મભૂમિ મામલે હિન્દુ પક્ષની અરજીનો સ્વીકાર કરી પરિસરનો સર્વે કરવા કોર્ટ કમિશ્નરની નિમણૂક કરવાનો આદેશ આફ્યો હતો. હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવેલ અરજી માન્યતા યુક્ત નથી તેમ મુસ્લિમ પક્ષ વકફ બોર્ડની દલીલોને હાઈકોર્ટ ફગાવી હતી.

નોંધનીય છે કે મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહની 13.37 એકર જમીનને લઈને હિન્દુ પક્ષ અને મુસ્લિમ પક્ષ વચ્ચે વિવાદ ઉદ્ભવતા કોર્ટમાં સર્વેની માંગણી કરવામાં આવી હતી. મથુરામાં 13.37 એકર જમીન વિવાદમાં 11 એકર પર શ્રી કૃષ્ણ જન્મ સ્થાન મંદિર બનેલુ છે. જ્યારે 2.37 એકર જમીન પર શાહી ઇદગાહ મસ્જિદ છે. આથી હિન્દુ પક્ષ દ્વારા માંગ કરવામાં આવી છે કે તમામ જમીન તેમને સોંપવામાં આવે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:UP-Seat Deal/યુપીમાં સપા-કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઇનલ, કોંગ્રેસ 11 બેઠક પર લડશે

આ પણ વાંચો:Ayodhya Aastha Special Trains/રામ ભક્તોને રેલવેની ભેટ, દેશના ખૂણે-ખૂણેથી દોડશે અયોધ્યા સુધી આસ્થા સ્પેશિયલ ટ્રેન