Not Set/ તૌકતે વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્ર તમામ મોરચે તૈયાર, જાણો કયા જિલ્લામાં કેટલી થશે અસર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 18 મે ના રોજ તૌકતે વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાના પગલે 15 જિલ્લા અને 43 તાલુકા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી અમદાવાદ, અમરેલી, આણંદ,

Top Stories Gujarat
taukate 2 તૌકતે વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્ર તમામ મોરચે તૈયાર, જાણો કયા જિલ્લામાં કેટલી થશે અસર

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 18 મે ના રોજ તૌકતે વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાના પગલે 15 જિલ્લા અને 43 તાલુકા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી અમદાવાદ, અમરેલી, આણંદ, ભાવનગર,દેવભુમિ દ્વારકા, ગીરસોમનાથ, જામનગર,જુનાગઢ, કચ્છ, મોરબી, નવસારી,પોરબંદર,સુરત,વલસાડ સહિતના જિલ્લાઓનું તંત્ર  એલર્ટ થયું છે.તમામ જિલ્લાઓ અને તાલુકામાં કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તેમજ NDRF,BSF, કોસ્ટગાર્ડ સહિતની કેન્દ્રીય એજન્સી તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ  ગાંધીનગર SEOC દ્વારા સમગ્ર રાજ્યનું  મોનિટરિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

Cyclone Tauktae Tracker, Weather Forecast Today Live News Updates: Kerala, Gujarat, Odisha, Maharashtra, Lakshadweep, Arabian Sea Rains Latest News

અરબી સમુદ્રમાંમાં ડીપ ડિપ્રેશન સક્રિય છે અને 12 કલાકમાં વાવાઝોડું બની જશે. જે ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. એટલે કે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. 18 મેના રોજ વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે 18 મેના રોજ વાવઝોડું ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે ત્યારે દરિયાના મોજાની તીવ્રતા વધી જશે અને 90થી 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

Cyclone Tauktae forming over Arabian sea, may hit Gujarat coast on May 18-19

વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. વાવાઝોડાની અસર 15 મે થી કેટલાક વિસ્તારમાં જોવા મળશે. ત્યારે હવામાન વિભાગના ડાયરેકટર મનોરમાં મોહન્તીએ જણાવ્યું છે કે 16 થી 18 મે ના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે.

Cyclone Tauktae to lash Gujarat, Maharashtra, Kerala tomorrow

16 મે ના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

17 મે ના રોજ બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત,સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

18 મે ના વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચી જશે. વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણ પલટો આવશે. સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડાની અસર દરિયા કિનારા વિસ્તારમાં જોવા મળશે. ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભુમિ દ્વારકા, કચ્છ ,દીવ ,રાજકોટ, મોરબી, બોટાદમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તો અમદાવાદ, આણંદ, ભરૂચમાં ભારે વરસાદ થવાનું અનુમાન છે.

cyclone tauktae

વાવાઝોડાની અસર કયા કયા વિસ્તારમાં થશે. તેમજ ભારેથી અતિભારે વરસાદની અગાહીને લઈ હવામાન વિભાગ દ્વારા રાજ્ય સરકારને માહિતી આપવામાં આવી છે. સંભવિત વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા કલેકટરને પણ સૂચનાઓ આપવામાં આવી છે.

majboor str 11 તૌકતે વાવાઝોડાની અસરને પહોંચી વળવા તંત્ર તમામ મોરચે તૈયાર, જાણો કયા જિલ્લામાં કેટલી થશે અસર