Not Set/ તાલિબાનોએ અફઘાનિસ્તાનના હેરાત વિસ્તારના પોલીસ હેડકવાર્ટર પર કર્યો કબજો

હેરાત અફઘાનિસ્તાનનું ત્રીજું સૌથી મોટું શહેર છે. અગાઉ તાલિબાનોએ રાજધાની કાબુલથી માત્ર 150 કિલોમીટર દૂર ગઝની શહેર પર પણ કબજો કરી લીધો છે

World
taliban123444 તાલિબાનોએ અફઘાનિસ્તાનના હેરાત વિસ્તારના પોલીસ હેડકવાર્ટર પર કર્યો કબજો

અફઘાનિસ્તાન પર તાલિબાનની પકડ વધુને વધુ મજબૂત બની રહી છે. તાલિબાનોએ કુંદુઝમાં આર્મી બેઝ પર કબજો મેળવ્યા બાદ હવે હેરાત પ્રાંતના પોલીસ હેડક્વાર્ટર પર કબજો કરી લીધો છે. હેરાત અફઘાનિસ્તાનનું ત્રીજું સૌથી મોટું શહેર છે. અગાઉ તાલિબાનોએ રાજધાની કાબુલથી માત્ર 150 કિલોમીટર દૂર ગઝની શહેર પર પણ કબજો કરી લીધો છે તાલિબાનોને પોલીસ હેડક્વાર્ટર પર કબજો કરવામાં કોઇ વિરોધનો સામનો કરવો પડ્યો નથી.  તાલિબાનના પ્રવક્તાએ ટ્વિટ કર્યું કે દુશ્મન ભાગી ગયો છે ડઝનેક લશ્કરી વાહનો, હથિયારો અને વિસ્ફોટકો મુજાહિદ્દીનના હાથમાં છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર હાલ તાલિબાનોનો કબજો છે અને પ્રવર્તમાન સ્થિતિમાં તાલિબાનો મજબૂત સ્થિતિમાં છે. હાલમાં શાંતિ વાર્તા ની બેઠકમાં અફઘાનિસ્તાન વતી મધ્યસ્થા કરી રહેલ કતરે તાલિબાનોને હિંસા રોકવાનું કહેવામાં આવ્યું છે જો તે હિંસા રોકશે તો તેમને સત્તામાં ભાગ આપવામાં આવશે પરતું તાલિબોનો હજીપણ સક્રીય રીતે આગણ વધી રહ્યા છે. જ્યારથી અમેરિકાના સૈનિકો પરત ફરતા તાલિબાનો ફરી એકટીવ થઇ ગયા હતાં.