Cricket/ ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડી ઘરે પરત ફરશે

ઈંગ્લેન્ડે ભારત સામે ચાલી રહેલી ચાર મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમની ઘોષણા કરી દીધી છે.

Sports
PICTURE 4 226 ઈંગ્લેન્ડે ત્રીજી ટેસ્ટ મેચ માટે જાહેર કરી ટીમ, આ ખેલાડી ઘરે પરત ફરશે

ઈંગ્લેન્ડે ભારત સામે ચાલી રહેલી ચાર મેચની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીમની ઘોષણા કરી દીધી છે. ચેન્નાઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બીજી ટેસ્ટ મેચ પુરી થયા બાદ ઈંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી હતી. ઈંગ્લેન્ડે આગામી ત્રીજી ટેસ્ટ મેચમાં જોની બેયરસ્ટો અને ફાસ્ટ બોલર માર્ક વુડનો સમાવેશ કર્યો છે. ઈંગ્લેન્ડની રોટેશન નીતિનાં ભાગ રૂપે બંને ખેલાડીઓને પ્રથમ બે મેચ માટે આરામ આપ્યો હતો.

બીજા ફેરફારમાં ઓલરાઉન્ડર મોઇન અલીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી. સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર મોઇન અલી ઘરે પરત ફરશે. કોણીની ઈજાનાં કારણે બીજી ટેસ્ટ મેચ રમતા ચૂકી ગયેલા જોફ્રા આર્ચરને ટીમમાં રાખવામાં આવ્યા છે. આ સિવાય બેન સ્ટોક્સ, જેમ્સ એન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, જોસ બટલર જેવા કેટલાક અનુભવી ખેલાડીઓ પણ ટીમમાં છે.

શ્રેણીની ત્રીજી અને પેનલ્ટીમેટ મેચ 24 ફેબ્રુઆરીએ વિશ્વનાં સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં શરૂ થવાની છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવવાની તેમની આશાઓને જીવંત રાખવા ઈંગ્લેન્ડે મેચ જીતવાની જરૂર છે. આ મેચ ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. આ ભારતની બીજી ડે-નાઇટ ટેસ્ટ મેચ હશે. આ અગાઉ ભારતે કોલકાતામાં પ્રથમ ડે-નાઇટ ટેસ્ટ રમી હતી. ભારતે તે મેચ જીતી હતી. આપને જણાવી દઇએ કે, શ્રેણી હવે 1-1 ની બરાબરી પર છે. પહેલી મેચ હાર્યા બાદ ભારતીય ટીમ પરત ફરી અને બીજી મેચમાં 317 રનથી મોટી જીત નોંધાવી હતી.

ત્રીજી ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની ટીમ:

જો રૂટ (કેપ્ટન), જેમ્સ એન્ડરસન, જોફ્રા આર્ચર, જોની બેયરસ્ટો, ડોમિનિક બેસ, સ્ટુઅર્ટ બ્રોડ, રોરી બર્ન્સ, જેક્સ ક્રોલી, બેન ફોક્સ, ડૈન લોરેન્સ, જેક લીચ, ઓલી પોપ, ડોમ સિબ્લી, બેન સ્ટોક્સ, ઓલી સ્ટોન, ક્રિસ વેક્સ, માર્ક વુડ

ઉલ્લેખનીય છે કે, બીજી ટેસ્ટ મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. તેણે ચોથી સ્થાનથી ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી અને આ જીત બાદ હવે તે બીજા નંબરે આવી ગઇ છે. ભારતીય ટીમનાં 69.7 ટકા છે અને તેના 460 પોઇન્ટ છે.

Cricket / ટીમ ઈન્ડિયાની જીત બાદ કેવિન પીટરસને કર્યુ હિન્દીમાં ટ્વીટ, જાણો શું લખ્યું

Cricket / ઈગ્લેન્ડને હરાવ્યા બાદ હવે WTC ફાઇનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાને જરૂર છે માત્ર 1 જીત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ