અસામાજિક તત્વો/ જુહાપુરામાં અઝહર કેટલી ગેંગનો આતંક, તેલના વેપારીને બેફામ ફટકાર્યો

કોરોના કાળમાં એક તરફ લોકો પોતાનું જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે ત્યાં શહેરમાં ગુનેગારોને જાણે નતો પોલીસની કોઈ બીક હોય કે નતો કોરોનાંનો કોઈ ખોફ હોય તેમ તેઓ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. અને તેઓ શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ગેરકાયદેસર કામો કરી રહ્યા છે. ગુનેગારોની પ્રવુતિઓને જોઈને પોલીસની કામગીરી ઉપર લોકોનો રોષ નીકળી […]

Ahmedabad Gujarat
crime 222 જુહાપુરામાં અઝહર કેટલી ગેંગનો આતંક, તેલના વેપારીને બેફામ ફટકાર્યો

કોરોના કાળમાં એક તરફ લોકો પોતાનું જીવ બચાવવા માટે વલખા મારી રહ્યા છે ત્યાં શહેરમાં ગુનેગારોને જાણે નતો પોલીસની કોઈ બીક હોય કે નતો કોરોનાંનો કોઈ ખોફ હોય તેમ તેઓ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. અને તેઓ શોર્ટકર્ટમાં રૂપિયા કમાવવા માટે ગેરકાયદેસર કામો કરી રહ્યા છે. ગુનેગારોની પ્રવુતિઓને જોઈને પોલીસની કામગીરી ઉપર લોકોનો રોષ નીકળી રહ્યો છે.

તાજેતરની જો વાત કરીએ તો , અમદાવાદના જુહાપુરામાં ગુંડારાજ ખુબજ વધી ગયું છે. વિસ્તારમાં ગુનાખોરી એટલી હદે વધી ગઈ છે કે નજીવી તકરારમાં મારામારી, જીવલેણ હુમલાના કિસ્સા હવે તો જાણે કે સામાન્ય ઘટના હોય તેમ રોજ બની રહ્યા છે. એટલુંજ નહિ , વિસ્તારમાં ભૂમાફિયાઓ, અસામાજિક તત્વો, તેમજ લુખ્ખાતત્વોની સાથે સાથે નવી નવી ગેંગો સક્રિય થઇ છે. જેમનો આતંક આ વિસ્તારમાં ખુબજ વધતો જઈ રહ્યો છે.

જુહાપુરામાં અઝહર કેટલી અને તેના માણસોએ ગઈ કાલે મોહમ્મ્દ શકીલ શેખ નામના તેલના વેપારી સાથે મારામારી કરી હતી. એટલું જ નહિ, અઝહર કેટલી અને તેના બે માણસોએ મળીને શકીલ ભાઈને જાહેરમાં ધમકી આપી હતી કે તેમને ધંધો વેપાર કરવો અને જીવતો રહેવો હોય તો 25 લાખ જેટલી માતબર રકમ તેમને આપવી પડશે.

ત્રણેય લુખ્ખાઓની દાદાગીરી અને તેમના આતંકને જોઈને શકીલ ભાઈએ આ મામલે વેજલપુર પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ, પોલીસ આ મામલે ગુનો નોંધીને ત્રણેય ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.