ગુજરાત/ ભરૂચમાં કોરોનાની ત્રીજી લહેર બની સંક્રમણમાં સૌથી ઝડપી, માત્ર 63 દિવસમાં આંકડો 2000 ને પાર

જીલ્લામાં મોટા ભાગના લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે. હોસ્પિટલાઈઝેશન, ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ હજી સુધી કોઈ ખાસ જરૂરિયાત

Gujarat
Untitled 55 4 ભરૂચમાં કોરોનાની ત્રીજી લહેર બની સંક્રમણમાં સૌથી ઝડપી, માત્ર 63 દિવસમાં આંકડો 2000 ને પાર

ભરૂચ જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરમાં રોજે રોજ સરેરાશ 200 થી 300 પોઝિટિવ કેસ નોંધાવવા સાથે ત્રીજી વેવ સૌથી ઝડપી સાબિત થઈ રહી છે. માત્ર 63 દિવસમાં પોઝિટિવ કેસનો આંકડો 2000 ને પાર કરી ગયો છે. જ્યારે પેહલી લહેરમાં 169 અને બીજી ઘાતક લહેરમાં 2000 સંક્રમિત કેસોનો આંક 100 દિવસે પાર થયો હતો.

જિલ્લામાં રોજે રોજ કોરોના સંક્ર્મીતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પહેલી અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કેસોમાં ખુબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. ભરૂચ જીલ્લામાં માત્ર 63 દિવસમાં પોઝીટીવ કેસનો આંકડો 2000 ને વટાવી ગયો છે.

ત્રીજી લહેર નવેમ્બર મહિનાના અંત ભાગમાં શરૂ થઇ ગઈ હતી. જોકે વહીવટી તંત્ર દ્વારા જુલાઈથી જ થર્ડ વેવ હેઠળ ગણતરી શરૂ કરી દેવાઈ હતી. અને ધીમે ધીમે કેસો આવતા ગયા હતા. પોઝિટિવ 1 કેસથી શરુ થયેલ કોરોનાની ત્રીજી લહેરમાં અચાનક જ ખુબ મોટો ઉછાળો આવી ગયો અને રોજના 200 થી 300 કેસો નોંધાવા માંડ્યા.

ભરૂચ જીલ્લામાં જો પ્રથમ અને બીજી લહેરની વાત કરીએ તો જીલ્લામાં સૌથી પહેલો કેસ 8 એપ્રિલ 2020 માં નોંધાયો હતો. જે બાદ તેમાં વધારો થયો હતો. પ્રથમ લહેરમાં સપ્ટેમ્બર માસના અંત ભાગમાં કોરોનાના કેસો 2000 ને આંબી ગયા હતા. પ્રથમ લહેરમાં 2000 નો આંકડો પાર કરતા 169 દિવસનો સમય લાગ્યો હતો.

બીજી લહેરમાં ભરૂચ જીલ્લામાં 100 દિવસોમાં કેસોની સંખ્યા 2000 ને પાર થઇ ગઈ હતી. આ બંને લહેર કરતા ત્રીજી લહેર ઝડપની ગતિએ વધુ ખતરનાક સાબિત થઇ રહી છે. કારણ કે જીલ્લામાં માત્ર 63 દિવસમાં જ આ કોરોના પોઝીટીવ વ્યક્તિઓનો આંકડો 2000 ને પાર થઇ ચુક્યો છે. જો કે આ ત્રીજી લહેરમાં મૃત્યુ આંક બીજી લહેર કરતા ખૂબ જ નહીવત છે તેમ કહી શકાય.

તો જે લોકો સંક્રમિત થઇ રહ્યા છે તેઓ હોમ કવોરંટાઇન રહી ને જ સાજા થઇ રહ્યા છે. જીલ્લામાં મોટા ભાગના લોકોએ કોરોનાની રસીના બંને ડોઝ લઇ લીધા છે. હોસ્પિટલાઈઝેશન, ઓક્સિજન અને વેન્ટિલેટરની પણ હજી સુધી કોઈ ખાસ જરૂરિયાત વર્તાઈ રહી નહિ હોવાનું હાલ રાહતરૂપ છે. જેના કારણે કોરોનાની અસર વ્યાપક જોવા મળતી નથી. પરંતુ જે રીતે કોરોનાના કારણે લોકો સંક્રમિત થઇ રહ્યા છે તે ચિંતા ઉપજાવનાર છે