Not Set/ પાટડીના ઝાડીયાણાના શ્રી આધ્યશક્તિ માતાના મંદિરે વિદ્વાન ભૂદેવોના વૈદીક મંત્રોચ્ચાર સાથે ત્રિદીવસીય મહોત્સવની શરૂઆત કરાઇ

વર્ષો જૂના આ મંદિરનું કરોડો રુપિયા ખર્ચીને નવિનીકરણ કરીને માતાજીએ અર્પણ કરવા માટે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

Gujarat
8 21 પાટડીના ઝાડીયાણાના શ્રી આધ્યશક્તિ માતાના મંદિરે વિદ્વાન ભૂદેવોના વૈદીક મંત્રોચ્ચાર સાથે ત્રિદીવસીય મહોત્સવની શરૂઆત કરાઇ

પાટડીના ઝાડીયાણાના શ્રી આધ્યશક્તિ માતાના મંદિરે વિદ્વાન ભૂદેવોના વૈદીક મંત્રોચ્ચાર સાથે ત્રિદીવસીય મહોત્સવની શરૂઆત કરાઇ છે. વર્ષો જૂના આ મંદિરનું કરોડો રુપિયા ખર્ચીને નવિનીકરણ કરીને માતાજીએ અર્પણ કરવા માટે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર અને પાટણ જીલ્લાની સરહદ પર નાડોદા રાજપૂત પાવરા પરીવારના કુળદેવી શ્રી આધ્યશક્તિ માતાજીનુ મંદિર આવેલુ છે. વર્ષો જૂના આ મંદિરનું કરોડો રુપિયા ખર્ચીને નવિનીકરણ કરીને માતાજીએ અર્પણ કરવા માટે ત્રિદિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસના આ મહોત્સવની વિદ્વાન જ્યોતિષાચાર્ય ડો.મહેન્દ્રભાઇ પંડ્યાના આયાર્ય પદે વિદ્વાન ભુદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી શરુઆત કરવામાં આવી હતી.

આ મહોત્સવમાં રવિવારે રાત્રે જાણીતા લોક સાહિત્યકાર દેવાયતભાઇ ખવડ, ગોપાલભાઇ બારોટ, જાણીતા ભજનિક વિષ્નુભાઇ પનારા અને દેવુભા ચાવડા સહિતના ખ્યાતનામ કલાકારો દ્વારા લોકડાયરો અને સંતવાણી યોજાશે. આ કાર્યક્રમમાં ભગતના ગામના દુર્ગાદાસજી બાપુ, કમીજલા જગ્યાના જાનકીદાસ બાપુ, લલીત કિશોરદાસજી મહારાજ મોટામંદિર, લીંબડી રામકુમાર દાસજી વિરમગામ, દશરથપુરીબાપુ તેમજ અનેક ધાર્મિક જગ્યાના સંતો-મંહતો પધારી આશિર્વાદ આપશે.

આ મંદિર નિર્માણ પહેલા જ હજારો વૃક્ષો વાવી તેને ઉછેરી પર્યાવરણનું જતન કરી જંગલમાં મંગલ ખડુ કરવામા આવ્યુ છે. આ મહોત્સવમાં ગુજરાતમા વસતા નાડોદા રાજપુત સમાજના પાવરા પરીવારના શક્તિમાતાને પૂજતા પરિવારો મોટી સંખ્યામાં હાજર રહેશે.