OMG!/ લિયોનેલ મેસ્સીએ જે ટીસ્યુથી આંખનાં આસુ લુછ્યા હતા તેની કિંમત કરોડોમાં બોલાઇ

આર્જેન્ટિનાનાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની ગણતરી વિશ્વનાં મહાન અને સમૃદ્ધ ખેલાડીઓમાં થાય છે. તમે આ ખેલાડી કેટલો મહાન છે…

Sports
લિયોનેલ

આર્જેન્ટિનાનાં સ્ટાર ફૂટબોલર લિયોનેલ મેસ્સીની ગણતરી વિશ્વનાં મહાન અને સમૃદ્ધ ખેલાડીઓમાં થાય છે. તમે આ ખેલાડી કેટલો મહાન છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છે કે, તેણે પ્રેસ કોન્ફરન્સમાં જે ટૂસ્યુથી આંખનાં આસુ લુછ્યા હતા, તેની કિંમત હવે કોરોડોમાં પહોંચી ગઇ છે.

1 190 લિયોનેલ મેસ્સીએ જે ટીસ્યુથી આંખનાં આસુ લુછ્યા હતા તેની કિંમત કરોડોમાં બોલાઇ

આ પણ વાંચો – Cricket / ભારતીય ટીમનાં આ ખેલાડી પર પીચ રોલર ચોરી કરવાનો આરોપ

આપને જણાવી દઇએ કે, ટીસ્યુ વેચનારે અહી દાવો કર્યો છે કે, આ ટીસ્યુમાં મેસ્સીની જેનેટિક પણ શામેલ છે, જે લોકોને ફૂટબોલ ખેલાડીનું ક્લોન બનાવવામાં મદદ કરશે. મેસ્સીએ જ્યારથી હોશ સંભાળ્યા છે ત્યારથી તે સ્પેનિશ ક્લબ બાર્સિલોનાનો હિસ્સો રહ્યો છે. પરંતુ હવે આર્જેન્ટિનાનાં 34 વર્ષીય ફૂટબોલર પેરિસ સેન્ટ-જર્મન (PSG) ક્લબમાં જોડાઇ ચુક્યો છે. આ પહેલા મેસ્સી 21 વર્ષ સુધી બાર્સિલોના સાથે રહ્યો હતો. અને તેના તરફથી રમ્યો હતો. તાજેતરમાં, જ્યારે તે PSG ક્લબમાં જોડાયો હતો, ત્યારે મીડિયા સાથે વાત કરતી વખતે તેના આંખમાંથી આંસુ આવી ગયા હતા. આ એક ઇમોશનલ સમય હતો. આ દરમિયાન મેસ્સીએ પોતાના આ ઇમોશનલને છુપાવવા માટે જે ટીસ્યુનો ઉપયોગ કર્યો હતો તે ટીસ્યુ હવે લગભગ 7.43 કરોડમાં વેચાઇ રહ્યો છે.

1 191 લિયોનેલ મેસ્સીએ જે ટીસ્યુથી આંખનાં આસુ લુછ્યા હતા તેની કિંમત કરોડોમાં બોલાઇ

આ પણ વાંચો – આશાસ્પદનું નિધન / અફઘાનિસ્તાન રાષ્ટ્રીય ટીમના ફૂટબોલર ઝાકી અનવરીનું નામ ફ્લાઇટમાંથી પડ્યા બાદ મૃત્યુ પામેલા લોકોમાં…

મેસ્સીએ ફ્રેન્ચ ફૂટબોલ ક્લબ પેરિસ સેન્ટ-જર્મન (PSG) સાથે ત્રણ વર્ષનો કરાર કર્યો છે. અને તેમની પાસે આ કરાર વધારવાનો વિકલ્પ પણ છે. આપને જણાવી દઈએ કે, પેરિસ સેન્ટ જર્મન લિયોનેલ મેસ્સીને 35 મિલિયન યુરો એટલે કે 305 કરોડ રૂપિયા પ્રતિ સીઝન ચૂકવશે. પીએસજીએ પોતે મેસ્સી સાથેની ડીલ વિશે જણાવ્યું હતું. તેમણે ટ્વિટ કર્યું કે, ‘લિયોનેલ મેસ્સી પેરિસ સેન્ટ જર્મન જઈ રહ્યો છે. તેની પુષ્ટિ કરવામાં આવી છે. હાલ, મેસ્સી તેના પરિવાર સાથે પેરિસની એક હોટલમાં રહે છે.