Jupiter Transit/ ગુરૂનું ભ્રમણ આ રાશિના જાતકો માટે લાભદાયી નીવડે

દેવગુરૂ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેમની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નિશ્ચિત મનાય છે. ગુરૂને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટો ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય, વૃદ્ધિનો કારક ગ્રહ મનાય છે. ગુરૂ ગ્રહ 27 નક્ષત્રોમાં………….

Dharma & Bhakti Religious Rashifal
Beginners guide to 2024 03 16T152150.700 ગુરૂનું ભ્રમણ આ રાશિના જાતકો માટે લાભદાયી નીવડે

Astrology News: દેવગુરૂ બૃહસ્પતિને જ્યોતિષમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. તેમની કૃપાથી વ્યક્તિનો ભાગ્યોદય થવો નિશ્ચિત મનાય છે. ગુરૂને જ્ઞાન, શિક્ષક, સંતાન, મોટો ભાઈ, શિક્ષણ, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થળ, ધન, દાન, પુણ્ય, વૃદ્ધિનો કારક ગ્રહ મનાય છે. ગુરૂ ગ્રહ 27 નક્ષત્રોમાં પુનર્વસુ, વિશાખા, પૂર્વા ભાદ્રપદ નક્ષત્રના સ્વામી છે. ગુરૂ મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જાણો કઈ રાશિને અપાર લાભ થવાની સંભાવના છે.

મેષ રાશિ– મેષ રાશિના જાતકો માટે ગુરૂનું ગોચર લાભદાયક સાબિત થઈ શકે છે. આર્થિક લાભ થઈ શકે છે. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થાય. કાયદાથી જોડાયેલા લોકોને લાભ થવાની શક્યતા છે.

વૃષભ રાશિ– ગુરૂ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જે રાજયોગનું નિર્માણ કરવા જઈ રહ્યું છે.  જે પ્રગતિ અને પ્રસિદ્ધિ અપાવશે. તરક્કી થાય. નવો વેપાર કરી શકાય. કોર્ટ-કચેરીમાં વિજય પ્રાપ્ત થાય.

મિથુન રાશિ– મિથુન રાશિના જાતકો માટે ગુરૂનું ભ્રમણ શુભ મનાય છે. આ રાશિના જાતકો માટે જીવનના દરેક ક્ષેત્રો માટે સફળતાનો અનુભવ કરાવશે. આર્થિક લાભ અને ભૌતિક સુખ-સુવિધાઓ તેમને મળવાની સંભાવના છે.

સિંહ રાશિ– આ રાશિના જાતકો માટે ગુરૂનું ભ્રમણ શુભ ગણાય છે. નોકરિયાત વર્ગો માટે બઢતીની શક્યતા છે. સિનિયર અને જૂનિયર લોકો પર તેમનો પ્રભાવ જોવા મળશે. વિવાહ ઉત્સુકને પાર્ટનર સાથે ફરવા જવા માટે શુભ મનાય છે.

કન્યા રાશિ– ગુરૂનું ભ્રમણ શિક્ષણ અને કરિયરમાં સફળતા અપાવશે. નોકરિયાતો માટે ભ્રમણ સારૂ ગણાય છે. વેપારીઓને નવા લાભ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વર્ષ સારૂ જાય.

ધન રાશિ– ધન રાશિના લોકો માટે અનુકૂળ રહે. આથ્મવિશ્વાસમાં વધારો થાય. કરિયરમાં નવી તકો પ્રાપ્ત થાય. અચાનક પ્રગતિ અને સફળતા મળે. પાર્ટનરશિપથી પણ લાભ થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રમઝાનની શરૂઆત અને હોળીના તહેવાર દરમિયાન કોલેસ્ટ્રોલને કેવી રીતે કાબૂમાં રાખશો

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી/રાહુલ ગાંધી ફાઇનલી વાયનાડ લોકસભાની બેઠક પરથી ચૂંટણી લડશે,કોંગ્રેસ ચૂંટણી સમિતિએ લગાવી મોહર

આ પણ વાંચો:2024 election/ભાજપ મોહમ્મદ શમીને લોકસભાની ચૂંટણી લડાવી શકે છે! આ રાજ્યમાંથી ટિકિટ આપ