અક્સ્માત/ કારને ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ- વાવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ઇકો સ્પોર્ટ્સ કારને ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવને પગલે થરાદ પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. થરાદ- વાવ રોડ પર દૂધ શીત કેન્દ્ર […]

Gujarat
img 20210531 wa0006 1622455107 કારને ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું

બનાસકાંઠાના સરહદી વિસ્તાર એવા થરાદ- વાવ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ઇકો સ્પોર્ટ્સ કારને ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવને પગલે થરાદ પોલીસે મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

થરાદ- વાવ રોડ પર દૂધ શીત કેન્દ્ર પાસે ઇકો સ્પોર્ટ્સ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઈકો સ્પોર્ટ્સ કારના ફુરચા ઉડી ગયા હતા અને કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજયુ હતુ. બનાવને પગલે મૃતકના સગા વ્હાલા અને થરાદ પોલીસ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી થરાદપોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે