Accident/ સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ચાલકનું અને બાઇક સ્લિપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું નિપજ્યું મોત

ઊના પંથકમાં અકસ્માતની ધટનાઓ વધી રહી અને આજે પણ એક નહીં બે અકસ્માતો સર્જાયા જેમા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે.

Gujarat Others
una સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ચાલકનું અને બાઇક સ્લિપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું નિપજ્યું મોત

ઊના પંથકમાં અકસ્માતની ધટનાઓ વધી રહી અને આજે પણ એક નહીં બે અકસ્માતો સર્જાયા જેમા બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યાનું સામે આવી રહ્યું છે. નાના મોટા અકસ્માત રોજીંદા બની ગયા હોય તેમ ઊના ભાવનગર હાઇવે રોડ પર પથ્થર ભરેલો ટ્રક ચાલકે સ્ટેરીંગનું કાબુ ગુમાવી દેતા ટ્રક પાલ્ટી ખાતા પોતાનો જીવ બચાવવા કુદકો મારતા ટ્રકના વીલ નીચે આવી જતાં ધટના સ્થળેજ મોત નિપજ્યુ હતું. બીજી ઘટનામાં વાસોંજ ગામ પાસે બાઇક અકસ્માતમાં 1 યુવાનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું, જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ટ્રક પલ્ટી ખાતા એકનો ભોગ

ઘટના આંગે પ્રાપ્ત વિગત મુજબ ગીગાભાઇ રૂખડભાઇ ચૈહાણ ઉ.વ.55 રહે. ભાટીકડા તા.મહુવા તેવો ટ્રક નં.જીજે 14 ટી 4647માં પથ્થરો ભરીને મહુવા તરફ જતા હતા. એ દરમ્યાન ઉના નજીક વ્યાજપુર ગામ પાસે ટ્રકનું સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા અને કાર ચાલકને બચાવવા જતાં ટ્રક પલ્ટી મારી ગયેલ હતી. જ્યારે ટ્રક પલ્ટી ખાતા ડ્રાઇવર પોતાનો જીવ બચાવવા કુદકો મારતા ટ્રકના પાછળનું વ્હીલ શરીર પર ફરી વળતા ગીગાભાઇનું ધટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.

WhatsApp Image 2021 02 05 at 7.52.37 PM સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ચાલકનું અને બાઇક સ્લિપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું નિપજ્યું મોત

જો કે ઘટનામાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનો પણ આબાદ બચાવ થયો હતો. કારને ભારે નુકશાન થયેલ અને પથ્થર ભરેલો ટ્રક પલ્ટી ખાતા રસ્તા પરજ પથ્થરો વેરાય ગયા હતા. અકસ્માત થતાં વાહન ચાલકો તેમજ આજુબાજુમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્ર થયા હતા.  ધટનાની જાણ પોલીસને કરાતા સ્થળ પર દોડી ગયેલ અને મૃતદેહને ખાનગી વાહનમાં ઉના સરકારી હોસ્પીટલે પી.એમ માટે ખસેડેલ હતો.

WhatsApp Image 2021 02 05 at 7.52.35 PM સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ટ્રક ચાલકનું અને બાઇક સ્લિપ થતા પાછળ બેઠેલા વ્યક્તિનું નિપજ્યું મોત

બાઇક એક્સિડંટમાં એક નો ભોગ

તેમજ ઊનાના વાંસોજ ઓલવાણ રોડ પર ગત રાત્રીના સમયે બાઇક નં.જીજે 11 કેકે 9727 પર ડબલ સવારીમાં બે યુવાનો તડ ગામે જતાં હતા. એ દરમ્યાન બાઇક સ્લીપ થતાં બાઇક પાછળ બેઠેલ નવીનકુમાર સીપાઇલાલ રહે. હાલ તડ નવાપરા વિસ્તારમાં મૂળ વતન મીરાયૈ પોસ્ટ.બહારપુર જી.ઇટાવા રાજ્ય ઉત્તરપ્રદેશ વાળાનુ બાઇક અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તાત્કાલીક ઉના ખાનગી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ જ્યારે વધુ સારવાર માટે વેરાવળ રીફર કરેલ જ્યાં સારવાર દરમ્યાન મોત થયું હતું. જ્યારે બાઇક ચાલકને પણ ઇજા થતાં હોસ્પીટલે ખસેડેલ છે. આ અંગે નવાબંદર મરીન પોલીસમાં મૃતકની પત્નિએ ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…