Not Set/ કોરોનાની રસીને ક્લિનિકલ અપ્રુવલ આપનાર પહેલો દેશ બન્યો UK

ઘણા સમયથી કોરોના મહામારી સામે લડી રહેલા વિશ્વને આખરે આ વાયરસનો તોડ મળી ગયો છે. ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર/બાયોએન્ટેક કોરોના વાયરસ વેક્સીનને યુકે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બ્રિટન વિશ્વનો પહેલો દેશ બન્યો છે, જ્યાં કોરોના વેક્સીનનાં ટીકા સૌ પ્રથમ લગાવવામાં આવશે. બ્રિટિશ રેગ્યુલેટર એમએચઆરએ કહ્યુ છે કે, આ વેક્સીન Covid-19 રોગ સામે 95% જેટલું રક્ષણ […]

Top Stories
sss1 3 કોરોનાની રસીને ક્લિનિકલ અપ્રુવલ આપનાર પહેલો દેશ બન્યો UK

ઘણા સમયથી કોરોના મહામારી સામે લડી રહેલા વિશ્વને આખરે આ વાયરસનો તોડ મળી ગયો છે. ફાર્માસ્યુટિકલ કંપની ફાઇઝર/બાયોએન્ટેક કોરોના વાયરસ વેક્સીનને યુકે દ્વારા મંજૂરી આપવામાં આવી છે. બ્રિટન વિશ્વનો પહેલો દેશ બન્યો છે, જ્યાં કોરોના વેક્સીનનાં ટીકા સૌ પ્રથમ લગાવવામાં આવશે.

બ્રિટિશ રેગ્યુલેટર એમએચઆરએ કહ્યુ છે કે, આ વેક્સીન Covid-19 રોગ સામે 95% જેટલું રક્ષણ પૂરું પાડે છે અને તે સુરક્ષિત છે. ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા સમૂહોનાં લોકોને થોડા દિવસોમાં વેક્સીન લગાવવાનું શરૂ થઇ જશે. આપને જણાવી દઇએ કે, આ વેક્સીન લગભગ-70 સેલ્સિયસની આસપાસ રાખવામાં આવશે અને ખાસ બોક્સમાં લઈ જવામાં આવશે. તે શુષ્ક બરફથી ભરેલું હશે. એકવાર પહોંચાડ્યા પછી, તે રેફ્રિજરેટરમાં પાંચ દિવસ માટે સંગ્રહિત કરી શકાય છે.

ફાઈઝરનાં પ્રમુખ અને સીઈઓ ડો.અલ્બર્ટ બોરલાએ કહ્યું હતું કે, આ વિજ્ઞાન અને માનવતા માટે મોટો દિવસ છે. ત્રીજા તબક્કાનાં ટ્રાયલનાં પરિણામોનાં પ્રથમ સેટથી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે અમારી રસી કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક છે. અમે રસી શોધમાં નવું પરિમાણ સ્થાપિત કરી રહ્યા છીએ. આ તે સમય છે જ્યારે સમગ્ર વિશ્વને કોરોના વાયરસ રસીની જરૂર છે.

કંપનીનાં જણાવ્યા અનુસાર, ફાઈઝર રસી 90 ટકાથી વધુ અસરકારક હોવાનું સામે આવ્યુ. આ ટ્રાયલમાં કોરોનાનાં 94 કેસોની પુષ્ટિ થઈ હતી. આ સ્ટડીમાં 43,538 સહભાગીઓ શામેલ હતા, જેમાંથી 42 ટકા લોકો એવા હતા કે જેમણે કોરોનાની દ્રષ્ટિએ વધુ સાવચેતી ન હોતી લીધી. આ સંદર્ભે હજી વધુ માહિતી એકત્રિત કરવાની બાકી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો