match fixing/ મેચ ફિક્સિંગમાં બિટકોઇનનો ઉપયોગ

હિથ સ્ટ્રીકના મેચ ફિકસિંગ મામલે તપાસમાં બીટકોઇનથી ચૂકવણીના પુરાવો મળી આવ્યા

World
મેચ ફિક્સિંગમાં બિટકોઇનનો ઉપયોગ

આઇસીસીએ ઝીમ્બાબ્વેના ભૂતપૂર્વ સુકાની હિથ સ્ટ્રીક પર મેચ ફિક્સિંગના આરોપમાં છ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે તે હવે કોઇપણ ફોર્મેટમાં ક્રિકેટ સંબધિત સેવા આપી શકશે નહીં.ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલે જણાવ્યું હતું કે મેચ ફિંકસિગમાં ક્રિપ્ટો કરન્સીનો ઉપયોગ થાય છે તે ચિંતાજનક બાબત છે. આઇસીસીના એન્ટી કરપ્શન યુનિટ માટે નવો પડકાર છે. આ આપડકારને અમે પહોંચી વળીશું એવો દાવો પણ તેમણે કર્યો છે.

ઝીમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હિથ સ્ટ્રીકે મેચ ફિક્સિંગ મામલે તમામ આરોપો સ્વીકારી લીધા છે. બાંગ્લાદેશની રાષ્ટ્રીય ટીમ,આઇપીએલ,અને બીપીએલમાં કોચિંગની સેવા આપનાર હિથ સ્ટ્રીકે ભારતીય બુકીઓ સાથે સંબધ સ્વીકાર્યા છે ,તેથી તેના પર આઠ વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે. બુકીઓ બિટકોઇનનો ઉપયોગ કરીને ચૂકવણી કરતાં હતા,ઉપરાંત રોકડ રકમ તેમના માટે સરળ વિકલ્પ હતો.મોંઘીકાર,ઝવેરાત,પણ ખેલાડીઓને આપતાં.

હિથ સ્ટ્રીકના મેચ ફિકસિંગ મામલે તપાસમાં બીટકોઇનથી ચૂકવણીના પુરાવો મળી આવ્યાં છે. 2018માં મેચ ફિક્સિંગ મામલે સ્ટ્રીકને બે બિટકોઇન આપ્યા હતા જેની કિમત તે સમયે 35 હજાર ડોલર હતી.આઇસીસીના એસીયૂના જનરલ મેનેજરે એલેક્સ માર્શલે જણાવ્યું હતું કે બીટકોઇનનો ઉપયોગ થાય છે તે ચોકાવનારી બાબત છે. સૈાથી મોટો પડકાર ક્રિપ્ટોકરન્સીનું કોડિંગ તોડવું લગભગ અશ્કય છે.