Not Set/ વડોદરા/ નિમેટા પ્લાન્ટમાં, છેલ્લા ઘણાં મહિનાઓથી કર્મચારીઓને પગાર જ નથી ચૂકવાયો

વડોદરામાં દુષિત પાણી કૌભાંડનું સાક્ષી બનેલું નિમેટા પ્લાન્ટ ફરી એકવાર વિવાદ ઉભો થતા વિવાદ સદન બનેલી પાલિકાનો અંધેર વહીવટ ફરી એક વાર પ્રકાશ માં આવ્યો છે. દુષિત પાણી કૌભાંડથી વિવાદમાં આવેલ નિમેટા પ્લાન્ટમાં ફરી એક વાર વિવાદ ઉભો થયો છે. આજ રોજ છેલ્લા 8 વર્ષથી કોન્ટ્રાકટ પર કામ કરતા પ્લાન્ટના કર્મચારીઓને નવા પેટા કોન્ટ્રાકટર દ્વારા […]

Gujarat Vadodara
gandhinagar 10 વડોદરા/ નિમેટા પ્લાન્ટમાં, છેલ્લા ઘણાં મહિનાઓથી કર્મચારીઓને પગાર જ નથી ચૂકવાયો

વડોદરામાં દુષિત પાણી કૌભાંડનું સાક્ષી બનેલું નિમેટા પ્લાન્ટ ફરી એકવાર વિવાદ ઉભો થતા વિવાદ સદન બનેલી પાલિકાનો અંધેર વહીવટ ફરી એક વાર પ્રકાશ માં આવ્યો છે.

દુષિત પાણી કૌભાંડથી વિવાદમાં આવેલ નિમેટા પ્લાન્ટમાં ફરી એક વાર વિવાદ ઉભો થયો છે. આજ રોજ છેલ્લા 8 વર્ષથી કોન્ટ્રાકટ પર કામ કરતા પ્લાન્ટના કર્મચારીઓને નવા પેટા કોન્ટ્રાકટર દ્વારા ઘણા મહિનાઓથી પગાર ન ચૂકવાતા કારમી મોંઘવારીમાં બે છેડા ભેગા કરતા કર્મચારીઓ એ હિંમત દાખવીને સેવાસદન ખાતે મોરચો માંડ્યો હતો.

જેને લઈને નવી કાર અને નવા આઈફોનનો શોખ ધરાવતા સત્તાધીશો અને હોદ્દેદારોને પાલિકાના મુખ્ય ખર્ચાઓ ચુકવવામાં રસ નથી તેમ બહાર આવ્યું છે. અને પાલિકાના સત્તાધીશોએ જાણે પાલિકાની તિજોરી ખાલી છે.  તેવું પોપટની જેમ ગોખી લીધું હોય તેમ લાગે છે.

નિમેટા પ્લાન્ટમાં ગેરરીતિ બહાર આવ્યા બાદ સેવાસદને જુના કોન્ટ્રાકટરને હટાવીને પુનાની વાબાગ કંપનીને કોન્ટ્રાકટ આપ્યો હતો. જેનો પેટા કોન્ટ્રાકટ વાબાગ કંપનીએ આર કે કન્સ્ટ્રકશન ને આપ્યો હતો. પરંતુ વિવાદિત નિમેટા પ્લાન્ટના નવા કોન્ટ્રેકટરે કર્મચારિયોને પગાર ન ચૂકવતા કર્મચારીઓ પાલિકાએ પહોંચ્યા હતા. અને પોતાના પરિવાર મુશ્કેલીમાં આવી ગયા હોવાની લાચારી દર્શાવી હતી. જો પગાર ન મળે તો નોકરી છોડવાની ચીમકી આપી હતી. જો આ કર્મીઓ હડતાળ પણ કરે તો દુષિત પાણીની સમસ્યા વધુ વકરે તેવા એંધાણ સર્જાયા છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરાવાસીઓ ડહોળા પાણીથી ત્રસ્ત છે. પાલિકાના સત્તાધીશો અને નેતાગીરી સામે બાયો ચઢાવી હતી. જેને લઈને પાલિકાના અધિકારીઓએ વડોદરાને પાણી પૂરું પાડનાર મહત્વના નિમેટા પ્લાન્ટની મુલાકાત લેતા કરોડો નું કૌભાંડ બહાર આવ્યું હતું.  જેમાં પાલિકાએ ક-મને મુખ્ય કોન્ટ્રાકટર રાજકુમાર બિલ્ડર્સ અને પેટા કોન્ટ્રાકટર પૂજા કન્સ્ટ્રકશન ને બ્લેક લિસ્ટ કર્યા હતા. અને પૂજા કન્સ્ટ્રકશનને 50 લાખ નો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત બે અધિકારીઓ ને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.