વડોદરા હત્યા કેસ/ વડોદરાના દક્ષ પટેલ હત્યા તેના જ મિત્રે કરી હોવાનું કબૂલ્યું, જાણો શું હતું કારણ ?

હત્યાના મામલે પોલીસે આરોપી પાર્થ કોઠારીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં પાર્થ કોઠારીએ સમગ્ર મામલે

Top Stories Vadodara
v2 વડોદરાના દક્ષ પટેલ હત્યા તેના જ મિત્રે કરી હોવાનું કબૂલ્યું, જાણો શું હતું કારણ ?
  • વડોદરાના દક્ષ પટેલ હત્યા મામલો
  • પાટીદાર સમાજએ ન્યાય માટે કરી રેલી
  • જિલ્લા કલેકટરને કરાશે રજૂઆત
  • હત્યા પાછળ તલસ્પર્શી તપાસ કરાવવાની માંગ
  • પોલીસે પાર્થ કોઠારીની કરી છે ધરપકડ
  • પાર્થ કોઠારીએ હત્યા કર્યું હોવાનું કબૂલ્યું
  • મૃતક દક્ષ પટેલનો મિત્ર પાર્થ કોઠારી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીના બીજા વર્ષમાં ભણતા દક્ષ પટેલની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવી રહ્યા છે.  વડોદરાના નવલખી મેદાનથી જિલ્લા કલેકટર કચેરી સુધી પાટીદાર સમાજ મોટી સંખ્યામાં ભેગા થઈ જિલ્લા કલેકટરને દક્ષ પટેલની હત્યાના આરોપીમાં પોલીસ ઊડી તપાસ કરે અને અત્યારના આરોપીને ફાંસીની સજા આપે તે પ્રકારની રજૂઆત કરવામાં આવી હતી. મહત્વનું છે પોલીસ પુછપરછમાં  દક્ષ પટેલની હત્યા તેના જ મિત્ર પાર્થ કોઠારીએ કરી હોવાનુ સ્વીકારી લીધુ છે.  ત્યારે વડોદરા શહેરના સયાજીનગર પોલીસ મથક નજીક આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં એક મિત્રે જ પોતાના મિત્રની ઘાતકી હત્યા કર્યાના હવે સમાજ દ્વારા ઘેરા પ્રત્યાઘાત આપવામાં આવી રહ્યા છે.

a3 2 વડોદરાના દક્ષ પટેલ હત્યા તેના જ મિત્રે કરી હોવાનું કબૂલ્યું, જાણો શું હતું કારણ ?

એક તરફ સમગ્ર હત્યાના મામલે પોલીસે આરોપી પાર્થ કોઠારીની ગણતરીના કલાકોમાં અટકાયત કરી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં પાર્થ કોઠારીએ સમગ્ર મામલે પ્રેમ પ્રકરણ કારણ હોવાનું જણાવતા દક્ષ પટેલની હત્યા કરી હોવાનો સ્વીકાર્યું હતું. પોલીસે આરોપી પાર્થ કોઠારીને સાથે રાખીને ગતરોજ હત્યા સ્થળ એટલે કે શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં તલસ્પર્શી તપાસ થાય તે બાબતોને ધ્યાનમાં રાખી ઉંડી તપાસ થવાના આશ્રય સાથે પાટીદાર સમાજ દ્વારા આજે રેલી સ્વરૂપે દક્ષના હત્યારાને ફાંસી આપો તેવી માંગણી કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  અને રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર પહોંચી વડોદરા જિલ્લા કલેકટરને સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવા માટે રજૂઆત કરાઈ હતી.

વ न1 વડોદરાના દક્ષ પટેલ હત્યા તેના જ મિત્રે કરી હોવાનું કબૂલ્યું, જાણો શું હતું કારણ ?