શ્રીનગર/ જમ્મુ-કાશ્મીરમાં દેખાઈ 370, 35A હટાવવાની અસર, આ વર્ષે આવ્યા1.62 કરોડ પ્રવાસીઓ:બનાવ્યો નવો રેકોર્ડ

જમ્મુ-કાશ્મીરના પર્યટન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આઝાદી બાદ 2022માં સૌથી વધુ પ્રવાસીઓ અહીં આવ્યા છે. કાશ્મીર ત્રણ દાયકા પછી લાખો પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે.

Top Stories India
370

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાની અસર દેખાવા લાગી છે. આ વર્ષે 1.62 કરોડ પ્રવાસીઓ કાશ્મીર આવ્યા છે, જેણે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 75 વર્ષમાં પહેલીવાર એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કાશ્મીરની સુંદરતા માણવા આવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના પર્યટન વિભાગના અધિકારીએ જણાવ્યું કે આઝાદી બાદ 2022માં સૌથી વધુ પ્રવાસીઓ અહીં આવ્યા છે. કાશ્મીર ત્રણ દાયકા પછી લાખો પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. કાશ્મીરમાં પ્રવાસનનો સુવર્ણ યુગ પાછો ફર્યો છે. જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેતા પ્રવાસીઓની રેકોર્ડ સંખ્યા કેન્દ્રશાસિત પ્રદેશમાં થયેલા વિકાસ અને પરિવર્તનને દર્શાવે છે.

પ્રવાસન એ રોજગારીનો સૌથી મોટો સ્ત્રોત છે

પ્રવાસન વિભાગના પ્રવક્તાએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં રોજગારનો સૌથી મોટો સ્ત્રોત પ્રવાસન છે. જાન્યુઆરી 2022થી અત્યાર સુધીમાં 1.62 કરોડ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં આવ્યા છે. આઝાદીના 75 વર્ષમાં આ સૌથી વધુ છે. 2022ના પ્રથમ આઠ મહિનામાં 3.65 લાખ અમરનાથ યાત્રીઓ સહિત 20.5 લાખ પ્રવાસીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી. 20 લાખ પ્રવાસીઓએ કાશ્મીર ઘાટીની મુલાકાત લીધી હતી. પહલગામ, ગુલમર્ગ અને સોનમર્ગ જેવા પર્યટન સ્થળોની સાથે શ્રીનગરની તમામ હોટલો અને ગેસ્ટહાઉસ સીઝન દરમિયાન 100 ટકા ભરાઈ ગયા હતા.

પુંછ, રાજૌરી, જમ્મુ-કાશ્મીર ખીણ સહિત જમ્મુ-કાશ્મીરના વિવિધ પ્રદેશોમાં પ્રવાસનથી રોજગારીની તકો ઊભી થઈ છે. દાયકાઓ પછી ફિલ્મ નિર્માતાઓને શૂટિંગ માટે આકર્ષવા માટે એક વ્યાપક ફિલ્મ નીતિ રજૂ કરવામાં આવી હતી. આ નીતિના અમલીકરણના એક વર્ષમાં ફિલ્મો અને વેબ-સિરીઝ માટે 140 શૂટિંગ પરમિશન આપવામાં આવી હતી. ટૂંક સમયમાં અહીં અત્યાધુનિક સુવિધાઓ સાથેનો ફિલ્મ સ્ટુડિયો શરૂ કરવામાં આવશે. કોરોના મહામારીને કારણે જમ્મુ અને કાશ્મીરનો પ્રવાસન વ્યવસાય પ્રભાવિત થયો હતો. હવે અહીંનો પ્રવાસન વ્યવસાય કોરોનાના કારણે લાગેલા આંચકામાંથી બહાર આવ્યો છે.

આ પણ વાંચો: બોલિવૂડ ફિલ્મોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે નિધન

આ પણ વાંચો:‘આદિપુરુષ’ પર વધ્યો વિવાદ, નિર્દેશક ઓમ રાઉતને ‘રામાયણ’ના ઈસ્લામીકરણના આરોપ પર કાનૂની નોટિસ

આ પણ વાંચો:  જામનગર અને મુંબઈમાંથી 120 કરોડનું MD ડ્રગ ઝડપાયું, એર ઈન્ડિયાના પૂર્વ પાયલોટની ધરપકડ