stunt video/ 80 વર્ષના દાદાજીએ ખાટલા પર કરેલ અદભૂત સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દાદાજીના એક વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. દાદાના અદભૂત સ્ટંટના વીડિયો પર વીડિયોને પસંદ કરી યૂઝર કોમેન્ટ કરતા લખે છે કે બાબા રામદેવ અને અભિનેતાઓ પણ આવા સ્ટંટ નહી કરી શકે.

India Trending Videos
dada 80 વર્ષના દાદાજીએ ખાટલા પર કરેલ અદભૂત સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો કંઈક નવુ રજૂ કરતા રહે છે. ઇન્સ્ટાગ્રામ પર દાદાજીના એક વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ દાદા ગામના રહેવાસી છે. વીડિયોમાં દેખાય છે કે તેઓ ખાટલા પર અદભૂત સ્ટંટ કર્યા છે. દાદાના અદ્ભુત સ્ટન્ટ્સ જોઈને નેટીઝન્સ પણ તેના ફેન બની ગયા છે. દાદાના આ કરતબના વીડિયોને જોઈ નેટીઝન્સ પણ તેના ફેન બની ગયા છે. જ્યારે સોશિયલ મીડિયામાં વીડિયોને પસંદ કરતા અનેક યૂઝર્સ કમેન્ટ કરી રહ્યા છે કે આ ઉમંરે પણ દાદા અભિનેતાઓને પણ ટક્કર આપે તેવા તેવા કરતબ કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલ વીડિયોમાં દેખાય છે કે 80 વર્ષના દાદા યોગ ગુરુ બાબા રામદેવને પાછળ પાડે છે. વીડિયો જોતા આપણને લાગે કે 80 વર્ષના દાદાને કોઈ તકલીફ થઈ હશે અને તેના કારણે તેઓ આમ કરતા હશે. પરંતુ ત્યારબાદ ખાટલા પરથી નીચે ઉતરી લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવા સ્ટંટ કર્યા. દાદા શરૂઆતમાં જમીન પર સૂઈ ગયેલા દેખાય છે. બાદમાં હાથ વડે જમીન પર પડેલા ખાટલાને પકડી લીધો અને પછી ધીમે ધીમે તેમના બંને પગ આકાશ તરફ ઉભા કર્યા. ત્યારપછી હાથના જોરે આખું શરીર હવામાં ઊંચું કરી બહુ સરળતાથી શરીરને આરામથી ખાટલા પર લઈ આવ્યા.

80 વર્ષના દાદાએ કરેલ અદભૂત સ્ટંટના વીડિયોને ઘણા લોકો પસંદ કરી શેર કરી રહ્યા છે. અત્યાર સુધીમાં દાદાના કરતબના આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે અને 2.69 લાખથી વધુ લાઈક્સ મળ્યા છે. ગામના એક દાદાએ એવા સ્ટંટ કર્યા જે હાલના કોઈપણ યુવાન માટે મુશ્કેલ હોય. એક યુઝરે આ વીડિયોને પસંદ કરી કોમેન્ટ કરતા લખે છે કે બાબા રામદેવ અને અભિનેતાઓ આવા સ્ટંટ નહી કરી શકે. 80 વર્ષના દાદાના સ્ટંટના વીડિયોને Instagram પર પેન્ટર_હુકમ નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 80 વર્ષના દાદાજીએ ખાટલા પર કરેલ અદભૂત સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


આ પણ વાંચો : Maldives/ ભારતીય સૈનિકો હટાવવા પર અડગ માલદીવ, ચીનના કર્યા વખાણ,ભારતે આપ્યો આ જવાબ

આ પણ વાંચો : India Canada News/ ભારતના અલ્ટીમેટમ બાદ કેનેડાએ 41 રાજદ્વારીઓને પરત બોલાવ્યા!

આ પણ વાંચો : Corruption/ ભારતીય ટીમના આ પૂર્વ કેપ્ટન વિરુદ્ધ ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ!