Not Set/ વાયરલ વિડીયો/ બાળક ફોટો માટે પોઝ આપી રહ્યો હતો, અચાનક વાઘ પાછળથી આવ્યો, જાણો પછી શું થયું..?

આયર્લેન્ડના ડબલિનમાં એક અકસ્માત થયો જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા. બાળક તેના પિતા સાથે ઝૂની મુલાકાત લેવા ગયો હતો, જ્યાં એક વાઘે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફ્લેશ કારણે તેનો જીવ બચી ગયો હતો. 7 વર્ષનો બાળક પ્રાણી સંગ્રહાલયમાં વાઘના વાડાની બહાર ફોટો માટે પોઝ આપી રહ્યો હતો. તે વાઘના વાડા પાસે […]

Uncategorized
શરણાર્થી ૨ 4 વાયરલ વિડીયો/ બાળક ફોટો માટે પોઝ આપી રહ્યો હતો, અચાનક વાઘ પાછળથી આવ્યો, જાણો પછી શું થયું..?

આયર્લેન્ડના ડબલિનમાં એક અકસ્માત થયો જેણે બધાને આશ્ચર્યમાં મુકી દીધા. બાળક તેના પિતા સાથે ઝૂની મુલાકાત લેવા ગયો હતો, જ્યાં એક વાઘે તેના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફ્લેશ કારણે તેનો જીવ બચી ગયો હતો.

7 વર્ષનો બાળક પ્રાણી સંગ્રહાલયમાં વાઘના વાડાની બહાર ફોટો માટે પોઝ આપી રહ્યો હતો. તે વાઘના વાડા પાસે જ ઉભો હતો. તે સમયે વાઘ તેની બરાબર પાછળ આવી ગયો હતો. અને બાળકને જોતો હતો.

બાળકે પાછળ જોયું કે તરત જ વાઘ શિકાર કરવા દોડ્યો અને અરીસામાં સાથે અથડાયો હતો. અને નીચે પડી ગયો હતો. છોકરાના પિતાના સદભાગ્યે મનમોહક પળને તેમણે પોતાના કેમેરામાં કેદ કરી લીધી. તેણે ટ્વિટર પર શેર પણ કરી હતી.

વીડિયો ડિસેમ્બર 23 ના રોજ ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેણે અત્યાર સુધીમાં 2 મિલિયન વ્યૂઝ મેળવ્યા છે. 46 હજાર લાઇક્સ અને 10 હજારથી વધુ રી-ટ્વિટ પણ કરવામાં આવી છે. ઘણા લોકોએ આ વિડિઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

એક યુઝરે લખ્યું, “વાઘનું માથું ખૂબ જોરથી અથડાયું હોવું જોઈએ. તેના માથામાં અરીસો જોરથી વાગ્યો હોવો જોઈએ. તો “બીજા યુઝરે લખ્યું,” બાળક માટેનો સૌથી શાનદાર ક્ષણ, પરંતુ તે વાઘ માટે ખૂબ જ ખરાબ લાગે છે. તે ખૂબ જ જોરથી વાગ્યું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.