આપઘાતનો પ્રયાસ/ ગાંધીનગરની કેનાલ બની ડેથ પોઇન્ટ, સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું

ગાંધીનગરની સુઘડ કેનાલ સુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય લાગી રહ્યું છે. ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

Gujarat Others
સુઘડ
  • ગાંધીનગર સુઘડ કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યું
  • સાબરમતીની મહિલાએ કેનાલમાં ઝંપલાવ્યું
  • ફાયરની ટીમે મહિલાને સલમતી રીતે બહાર કાઢી
  • સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી

ગાંધીનગરની સુઘડ કેનાલ સુસાઈડ પોઈન્ટ બની રહ્યું હોય લાગી રહ્યું છે. ગાંધીનગરની સુઘડ નર્મદા કેનાલમાં મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાબરમતીની મહિલાએ કેનાલમાં પડતુ મુક્યું હતું. પરંતુ ઘટના અંગેનો ફાઈયર કોલ મળતા તાત્કાલિક ગાંધીનગર ફાયર સુઘડ નર્મદા કેનાલ પહોંચી હતી અને મહિલાનો આબાદ બચાવ કર્યો હતો.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :સુરતમાં કોરોનાથી 4 લોકોએ દમ તોડ્યો, જાણો નવા કેટલા કેસ….

નર્મદા કેનાલ સામાન્ય રીતે કેટલી ઉંડાઇ ધરાવે છે અને કેટલા પ્રમાણમાં જોખમ રહેલુ છે તેવી વિગતો દર્શાવતા સાઇનબોર્ડ આવા જોખમી પોઇન્ટો ઉપર લગાવાની જરૃર હોવાની લોકમાંગ થઇ રહી છે. કેનાલમાં પાણીનો વેગ મોતના મુખમાં લઇ જઇ શકે છે.ભયજનક હોવાના ચિન્હોવાળા બોર્ડ લગાવવા જરુરી હોવાનુ માનવામાં આવી રહ્યુ છે. અમુક સ્થળોએ પોલીસના સાઇનબોર્ડો લાગેલા જોવા મળે છે. નિગમ દ્વારા પણ આવા પોઇન્ટો ઉપર ઠેર ઠેર સાવચેતી દર્શાવતા તેમજ કેનાલ માં ઉતરવા ઉપર પ્રવેશબંધીની વિગતો વાળા સાઇનબોર્ડ લગાવાની તાતી જરૃરિયાત હોવાનુ આસ પાસના રહીશોનુ કહેવુ છે. અકસ્માતે મોતને ભેટનારા લોકોને કેનાલના જોખમથી વાકેફ રહેવામાં મદદ મળી શકે અને ઘટનાઓ પણ બનતી અટકવામાં મદદરૃપ થઇ શકે એમ લોકચર્ચા છે.

આ પણ વાંચો :  કિશન ભરવાડ હત્યા કેસમાં ATSએ વધુ 3 આરોપીઓની કરી ધરપકડ,જાણો વિગત

આ પણ વાંચો :વડોદરા-અમદાવાદ એકસપ્રેસ પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રક ચાલકનું મોત,LPG

આ પણ વાંચો : સાયલાના નાના હરણીયા ગામની સીમમાંથી 690 લીટર દારૂ અને 4,800 લીટર આથો ઝડપાયો

આ પણ વાંચો :ચામડું, કાપડ, કૃષિ સામાન, મોબાઈલ ફોન ચાર્જરની કિંમતમાં થશે ઘટાડો તો આ વસ્તુઓ થશે મોંઘી