જૂનાગઢ/ મહિલા GRD જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, સાથીકર્મી સામે કરી દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ

કોરોના કાળમાં કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરતા હોવાની ફરિયાદો સામે આવતી રહી છે, ત્યારે આ જ પ્રકારે જૂનાગઢ જિલ્લામાંથી પણ આપઘાતના પ્રયાસની એક ઘટના સામે આવી છે.

Gujarat Others
A 169 મહિલા GRD જવાને કર્યો આપઘાતનો પ્રયાસ, સાથીકર્મી સામે કરી દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ

કોરોના કાળમાં કોઈ અગમ્ય કારણોસર આપઘાત કરતા હોવાની ફરિયાદો સામે આવતી રહી છે, ત્યારે આ જ પ્રકારે જૂનાગઢ જિલ્લામાંથી પણ આપઘાતના પ્રયાસની એક ઘટના સામે આવી છે. જૂનાગઢના ભેંસાણમાં GRD મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યાનો બનાવ સામે આવ્યો છે. પોલીસ સ્ટેશન પરથી જ ઝંપલાવી GRD મહિલાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

મળતી માહિતી અનુસાર,સ્થાનિક GRD મહિલાએ GRD જવાન સામે વારંવાર દુષ્કર્મ આચર્યાનો આરોપ કર્યો છે. GRD જવાને મહિલા સાથે મિત્રતા કરાર કરી જેતલપુરની હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. મહિલા પર વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ GRD જવાને સ્વીકારવાનો ઈનકાર કરતાં મહિલાએ આ પગલું ભર્યું હતું. હાલ મહિલા જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો બીજી તરફ આ મામલામાં ભેંસાણ પોલીસે GRD જવાન વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :ખોખરામાં એકાઉન્ટ તરીકે કામ કરતી યુવતી સાથે ઓફિસમાં દુષ્કર્મ, માલિકે આપી આવી ધમકી

જો કે, આ બનાવ બાદ મહિલા જીઆરડી જવાને તેમના સહકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ કહ્યું છે કે, મહિલાએ નોંઘાવેલી એફઆઈઆરમાં સહકર્મી જયદિપ પરમાર પર આક્ષેપ કરતા કહ્યું કે ‘તે પોતાના માતાપિતા સાથે રહે છે અને વર્ષ 2015માં તેનું લગ્ન થયું હતું. લગ્ન બાદ તેને સંતાનમાં એક પુત્ર છે. જોકે, પતિ-પત્ની વચ્ચે મનમેળ ન થતા તેણે છૂટાછેડા લઈ લીધા હતા.

આ પણ વાંચો :સુરતના સરદાર બ્રિજ ઉપર પીકઅપ ટેમ્પો પલટ્યો, બ્રિજ ઉપર માંસ વિખેરાયા બાદ ફાયર બ્રિગેડે કર્યું આવું…

મહિલાના આક્ષેપ મુજબ જયદિપે તેને જેતપુરના આશિર્વાદ ગેસ્ટહાઉસમાં લઈ ગયો હતો જ્યાં તેની સાથે મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ ભાટગામના રસ્તે કોઈની વાડીએ લઈ જઈ અને મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યુ હતું.

આ પણ વાંચો :દિલીપકુમારના ચાહકો માટે સારા સમાચાર, અભિનેતાને મળી હોસ્પિટલમાંથી રજા