કચ્છ/ મુન્દ્રામાં મહિલાઓએ ડોકટરનો આભાર માની કર્યા સન્માનિત

કોરોનો કાળમાં ડોક્ટરોએ દિવસ રાત  જોયા વિના  પોતાના જીવને જોખમમાં નાખીને દર્દીઓની સારવાર કરીને પોતાની ફરજ નિભાવી હતી

Gujarat Others
કચ્છ

વિશ્વ ડોક્ટર ડેની ઉજવણી સમગ્ર દુનિયામાં વિવિધ રીતે કરવામાં આવી છે. ત્યારે  કચ્છના મુન્દ્રાની ઈનરવ્હીલ ક્લબ ઓફ મુન્દ્રા દ્વારા ડોકટર્સ ડે નિમિત્તે શુક્રવારે વૃક્ષારોપણ અને ડોકટરોના સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.

કચ્છ

કોરોનો કાળમાં ડોક્ટરોએ દિવસ રાત  જોયા વિના  પોતાના જીવને જોખમમાં નાખીને દર્દીઓની સારવાર કરીને પોતાની ફરજ નિભાવી હતી ત્યારે ડોક્ટર્સ ડેના દિવસે લોકોએ કોરોના કાળના એ દિવસો પણ યાદ કર્યા હતા અને ડોકટરનો સેવા માટે સન્માન કરીને આભાર માન્યો હતો.

કચ્છ

આશરે એક હજાર કરતાં પણ વધુ વૃક્ષોને રોપવામાં આવ્યા હતા તેમજ સરકારી હોસ્પિટલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓને પ્રમાણપત્ર. આપી ને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે વૃક્ષ બચાવો પૃથ્વી બચાવોની થીમ સાથે પ્રમુખ:.નેહલબા ઝાલા, સેક્રેટરી:  ફાલ્ગુનીબેન કોઠારી,  ઉપપ્રમુખ… કોમલ બેન પાલન, Iso.. ગીતાબેન આયર,  Ipp… દિપ્તીબેન ગોર, ખજાનચી: આશાબેન ચાવડ,  Cc: ધારાબેન ગોર સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : નીમ કોટેડ યુરીયાનાં ઔદ્યોગિક વપરાશ સામે કડક કાર્યવાહી